તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બદલી:વડાલી ઇન્ચાર્જ આરોગ્ય અધિકારીની હિંમતનગર તાલુકામાં બદલી

હિંમતનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અન્ય 9 મેડિકલ ઓફિસરની પણ બદલી થઈ

વડાલી તાલુકાની આરોગ્યકર્મીને છૂટી કરવાના મામલે ચર્ચાનું કેન્દ્ર બનેલા વડાલી ઇન્ચાર્જ આરોગ્ય અધિકારીની હિંમતનગરના દેશાસણમાં બદલી કરાતાંઅન્ય 9 મેડિકલ ઓફિસરની પણ બદલી થઇ છે.

વડાલી તાલુકાની એફ.એચ.ડબ્લ્યુ ને અનિયમિતતાનું કારણ બતાવી છૂટી કરવાના મામલે ઇન્ચાર્જ વડાલી આરોગ્ય અધિકારી છેલ્લા દસેક દિવસથી ચર્ચાના કેન્દ્રમાં રહ્યા છે. જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા એક સાથે દસ જેટલા મેડિકલ ઓફિસરની બદલીના હુકમો કરતા ડો. કશ્યપ પટેલને હિંમતનગર તાલુકાના દેશાસણ ગામે મૂકવાના મામલાને જૂના પ્રકરણ સાથે જોડીને મૂલવવામાં આવી રહ્યો છે. જિલ્લા આરોગ્ય અધિકારી ડો. રાજેશ પટેલે જણાવ્યું કે વહીવટી જરૂરિયાતો, માંગણી સહિતના કારણોસર દસ મેડિકલ ઓફિસરની બદલી કરાઈ છે.

અન્ય સમાચારો પણ છે...