તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સાબરકાંઠા જિલ્લામાં યોજાઇ રહેલ સ્વરાજની સંસ્થાઓની ચૂંટણીમાં આ વખતે મતદારોને વીવીપેટની સુવિધા નહી મળે પરંતુ પાલિકાની ચૂંટણીમાં મતદાન માટે ઇવીએમની મલ્ટીપલ ચોઇસનો પ્રયોગ કરાઇ રહ્યો છે. મતદાન મથક પર એકને બદલે બે બેલેટ યુનીટની સુવિધા આપવામાં આવશે. જિ.પં. અને તા.પં. માં 1172 મતદાન મથકો પર 2696 જ્યારે પાલિકાના 107 મતદાન મથકો પર 300 બીયુ અને 150 સીયુનો રીઝર્વ સહિતનો સેટ ઉપલબ્ધ કરાવવામાં આવનાર છે.
અગામી 28 ફેબ્રુઆરીએ સાબરકાંઠા જિલ્લાની 8 તાલુકા પંચાયતની 172 બેઠક, જિ.પં.ની 36 બેઠકની જ્યારે હિંમતનગર નગર પાલિકાના 9 વોર્ડની 36 બેઠક, વડાલી પાલિકાના 6 વોર્ડની 24 બેઠક અને તલોદના વોર્ડ નં. 3 અને 6 ની બે બેઠકની પેટાચૂંટણી અંતર્ગત મતદાન થનાર છે જેના માટે વહીવટી તંત્ર દ્વારા 11 ચૂંટણી અધિકારી 10 મુખ્ય નોડલ અધિકારી તથા 18 તાલુકા નોડલ અધિકારી અને ચૂંટણીની જનરલ કામગીરી માટે 14 નોડલ અધિકારીઓની નીમણુંક કરાઇ છે તદ્દપરાંત 4169 મતદાન અધિકારી, 1294 મહિલા મતદાન અધિકારી સાથે 1294 સેવક મળી કુલ 8051 કર્મચારીઓ ફરજ બજાવશે જ્યારે નગરપાલિકાઓમાં 749 કર્મચારીઓની નીમણુંક કરાઇ છે આ તમામને 4 થી ફેબ્રુઆરીએ પ્રથમ તાલીમ આપવામાં આવશે.
801 પોસ્ટર બેનર હટાવાયા
સાબરકાંઠા જિલ્લામાં આચાર સંહિતા અમલી બનતા 352 પોસ્ટર બેનર્સ, 63 હોર્ડીંગ્સ, 194 ચિત્રામણ અને 192 જેટલી અન્ય જાહેરાતો દૂર કરવામાં આવી છે.
તાલુકાવાર મતદાન મથક
તાલુકો | જિ.પં. બેઠક | તા.પં. બેઠક | મતદાન મથક |
હિંમતનગર | 8 | 30 | 272 |
ઇડર | 7 | 28 | 239 |
વડાલી | 2 | 16 | 73 |
ખેડબ્રહ્મા | 4 | 20 | 113 |
પોશીના | 4 | 20 | 93 |
તલોદ | 3 | 20 | 139 |
પ્રાંતિજ | 4 | 20 | 132 |
વિજયનગર | 4 | 18 | 111 |
કુલ | 36 | 272 | 1172 |
તા.પં. જિ.પં.માં અતિસંવેદનશીલ સંવેદનશીલ મતદાન મથકો
હિંમતનગર | 5 | 62 |
ઇડર | 5 | 19 |
વડાલી | 21 | 15 |
ખેડબ્રહ્મ | 0 | 30 |
વિજયનગર | 0 | 35 |
પોશીના | 32 | 45 |
પ્રાંતિજ | 14 | 26 |
તલોદ | 7 | 52 |
કુલ | 84 | 284 |
નગરપાલિકામાં સંવેદનશીલ અતિસંવેદનશીલ મતદાન મથક
હિંમતનગર | 37 | 31 |
વડાલી | 0 | 0 |
તલોદ પેટા | 3 | 1 |
કુલ | 40 | 32 |
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.