તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચૂંટણી:નગરપાલિકાની ચૂંટણીમાં મતદાર ઓછામાં ઓછો 1 અને વધુમાં વધુ 4 મત આપી શકશે

હિંમતનગર16 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • સ્વરાજની સંસ્થાઓમાં ચૂંટણીની મતદાન પ્રક્રિયામાં બદલાવ

ચૂંટણી આયોગ દ્વારા દરેક વખતે ચૂંટણી પ્રક્રિયાને વધુને વધુ પારદર્શી અને મતદારને વધુમાં વધુ વિકલ્પો સુવિધા આપવા પ્રયાસ થઇ રહ્યો છે. આ વખતે પણ મતદાન પ્રક્રિયામાં બદલાવ લાવી મતદારોની સુવિધા વધારાઇ છે.વોટ આપ્યા પછી પીળુ બટન દબાવ્યા પછી જ વોટ રજિસ્ટર્ડ થશે . નગરપાલિકાની ચૂંટણીમાં મતદાર ઓછામાં ઓછો એક અને વધુમાં વધુ ચાર મત આપી શકશે. ચૂંટણી વિભાગ દ્વારા મળતી માહિતી અનુસાર આ વખતની ચૂંટણીમાં વીવીપેટ નહી હોય પણ બે બેલેટ યુનિટની સુવિધા આપવામાં આવનાર છે.

દરેક બેલેટ યુનિટમાં ક્રમ ઉમેદવારનું નામ ચૂંટણી ચિહ્ન અને તેની સામે મતદાન બટન હશે. પાલિકાની ચૂંટણીમાં મતદાર ઓછામાં ઓછો એક અને વધુમાં વધુ ચાર મત આપી શકશે. મતલબ ત્રણ વોટનુ જમ્પીંગ થઇ શકશે. મતદારે મત આપવા માટે બટન દબાવ્યા પછી લાલ લાઇટ થાય અને બીપ સંભળાય ત્યાં સુધી રાહ જોવી પડશે ત્યારબાદ બીજો, ત્રીજો કે ચોથો મત આપી પીળારંગનુ રજિસ્ટર બટન દબાવવાનું રહેશે અને લાબુ બીપ સંભળાયા બાદ જ મત રજિસ્ટર થશે.

મત આપવા દરમિયાન ભૂલથી બીજુ બટન દબાઇ જાય તો વોટ રજિસ્ટર કર્યા પહેલા ફરીથી એજ બટન દબાવવાનું રહેશે અને લાલ લાઇટ બંધ થયા પછી આપેલ મત રદ કરી ફરીથી ઇચ્છીત ઉમેદવારને મત આપી શકવાની નવી સુવિધા આપવામાં આવી છે. તદ્દઉપરાંત નોટાની પસંદગી કરનાર મતદારોએ પણ નોટાનુ બટન દબાવ્યા બાદ મત રજિસ્ટર્ડ કરવા પીળુ બટન દબાવવુ ફરજિયાત છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો