તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લૉકડાઉન:10 કેસ આવતાં કાણીયોલમાં એક સપ્તાહ સુધી સ્વૈચ્છિક લૉકડાઉન

હિંમતનગર7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સવારે અને સાંજે બે કલાક દુકાનો ખુલ્લી રહેશે: સરપંચ

હિંમતનગરના કાણીયોલમાં કોરોનાના 10 કેસો મળતાં સાવચેતી માટે ગ્રામજનોએ સ્વૈચ્છિક ધોરણે શનિવારથી એક સપ્તાહ માટે લોકડાઉનનો અમલ કરવા નિર્ણય લીધો છે.

શનિવાર કાણીયોલમાં એકસાથે 10 કોરોના પોઝિટિવ કેસ આવતા ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો હતો.અને સંક્રમણને નાથવા સ્વૈચ્છિક ધોરણે લોકડાઉન લગાવી દીધું છે. આરોગ્યની ટીમે ગામમાં આવી ગામને સેનેટાઈઝ કરવા સહિતની કામગીરી શરૂ કરી હતી. ગ્રામજનોને કોરોના કિટનું વિતરણ કરાયું હતું.ગ્રામજનો ડિસ્ટન્સ જાળવે રસી મૂકાવે તે માટે સમજૂતી આપવામાં આવી છે. સવારે અને સાંજે બે કલાક માટે છૂટ આપવામાં આવી છે.જે દરમ્યાન દુકાનો ખુલ્લી રહેશે.

આ અંગે ગામના સરપંચ બાબુભાઇ પટેલના જણાવ્યા અનુસાર ગામમાં 10 કોરોના કેસ મળતાં ગ્રામજનોએ સ્વૈચ્છિક રીતે લોકડાઉન લાગુ કરવાનો નિર્ણય લીધો છે. પંચાયત દ્વારા આરોગ્ય તંત્રને જાણ કરતાં ગામમાં સર્વે કામગીરી શરુ કરાઇ છે. ગામને સેનેટાઇઝેશન કરવા સહિતની કામગીરી હાથ ધરાઇ છે. ગ્રામજનોને પણ કામ સિવાય ઘરથી બહાર ન નીકળવા અને નીકળવાનું થાય તો માસ્ક પહેરી સોશિયલ ડિસ્ટન્સ જાળવે તેવી સૂચનાઓ આપવામાં આવી છે.સવારે અને સાંજે બે કલાક સિવાય દુકાનો વેપારીઓ તેમના ધંધા રોજગાર બંધ રાખી સહયોગ આપે તેમ જણાવાયુ છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

    વધુ વાંચો