કૂતરાઓનો બાળકી પર હુમલો:ઈડરના લક્ષમણપુરામાં 7 વર્ષના બાળક પર કૂતરાનો હિંસક હુમલો

હિંમતનગર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 3-4 કુતરાએ હુમલો કરી બાળકના હાથ,ગળાના અને શરીરના ભાગે ફાડી ખાતાં ઈડર-હિંમતનગર સિવિલ બાદ તબિયત લથડતા અમદાવાદ ખસેડાયો

ઈડર તાલુકાના લક્ષમણપુરામાં બુધવારે સાંજે ખેતરમાં કુવાની ઓરડી આગળ રમી રહેલ ખેતમજૂરના 7 વર્ષના બાળક પર ત્રણ ચાર કુતરાએ હિંસક હુમલો કરતા બાળકને ગંભીર હાલતમાં અમદાવાદ ખસેડાયો છે.

ઈડર તાલુકાના લક્ષમણ પુરા ગામમાં ચંપકભાઈ પોપટભાઈ પટેલના કુવા પર ભાગીયા તરીકે કામ કરતા રમેશભાઇ ખેતમજૂરી માટે અર્જુનને લાવ્યા હતા જે બે દિવસથી કુવા પર ખેત મજૂરી કરતો હતો તેનો 7 વર્ષના બાળક કુવા પર ઓરડી આગળ રમતો હતો.તે વેળા અચાનક ત્રણ ચાર રખડતા કૂતરા આવી પહોંચ્યા હતા અને બાળક પર હુમલો કરી હાથ અને ગળાના અને શરીરના ભાગે ફાડી ખાતા લોહી લુહાણ કરતા કુમળી વયના બાળકને 108 મારફતે સારવાર અર્થે ઈડર સીવીલ હોસ્પિટલથી હિંમતનગર સીવીલ હોસ્પિટલમાં ખસેડાયા બાદ તબિયત લથડતા વધુ સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...