તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિવાદ:તલોદના માલવણમાં પત્નીને લીફ્ટ આપવાની અદાવતમાં હિંસક હુમલો, ઘર પર પથ્થરમારો

હિંમતનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લાકડીઓ અને ધારિયું મારતાં એકને હાથ-પગનું ઓપરેશન, માથામાં 8 ટાંકા આવ્યા

તલોદના માલવણમાં રવિવારે સવારે આઠેક વાગ્યે ખેતરમાં જવા નીકળેલ શખ્સ ગામની દૂધ ડેરી નજીક મસાલો ખાવા ઉભો રહેતા આઠ શખ્સોએ ત્રણેક માસ અગાઉ બે મહિલાઓને કારમાં બેસાડી ગામમાં લઈ આવવાની અદાવત રાખી લાકડીઓ અને ધારિયાથી હુમલો કરી હાથ પગ ભાંગી નાખ્યા હતા અને માથામાં ધારિયુ મારતાં આઠ ટાંકા આવ્યા છે. શખ્સોને જીવલેણ હુમલા બાદ પણ સંતોષ ન થતાં ઇજાગ્રસ્તના ઘેર પહોંચ્યા હતા અને પથ્થરમારો કરી તોડફોડ કરી હતી. જેમાં સ્વીફ્ટ કારના તમામ કાચ તૂટી ગયા હતા.

પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર માલવણના જાલમસિંહ માનસિંહ ચૌહાણ ત્રણેક માસ અગાઉ બટાકાની સિઝનમાં ગાંભોઇ ગયા હતા અને પરત ફરવા દરમિયાન ગામના અમરતભાઈ પ્રભાતભાઈ રબારીના પત્ની અને તેમના કુટુંબી બંને જણા માલવણ જવા ઉભા રહ્યા હતા. ગાડીમાં બેસવા દેવા કહેતા ગાડીમાં બેસાડ્યા હતા અને રૂપાલ ચોકડી પહોંચતાં ટ્રેક્ટર સાથે અકસ્માત થયો હતો જેમાં બંને મહિલાઓને કોઈ ઈજા થઈ ન હતી.

બીજા દિવસે અમૃતભાઈ અને બીજાઓએ તેમના બૈરાઓને ગાડીમાં બેસાડવા બાબતે શંકા કરી જાલમસિંહ સાથે બોલાચાલી કરી હતી અને મનદુઃખ થતાં એકબીજા સાથે બોલતા ન હતા.તા.13 જૂને સવારે આઠેક વાગ્યાના સુમારે જાલમસિંહ ટ્રેક્ટર લઈને ખેતરમાં જવા નીકળ્યા હતા અને ડેરી નજીક મસાલો ખાવા ઉભા હતા. જ્યાં તેમના મોટાભાઈ બાદરસિંહ પણ ઉભા રહ્યા હતા.

દરમિયાન અમૃતભાઈ પ્રભાતભાઈ રબારી, શૈલેષભાઈ બળદેવભાઈ રબારી, ભરતભાઈ ઇશ્વરભાઇ રબારી, બળદેવભાઇ પ્રભાતભાઈ રબારી, લલ્લુભાઈ પ્રભાતભાઈ રબારી, નારણભાઈ પ્રભાતભાઈ રબારી તથા કોમલબેન અમૃતભાઈ રબારી લાકડીઓ અને ધારિયું લઈને દોડી આવ્યા હતા જેથી જાલમસિંહે ટ્રેક્ટર પર ચઢી જવા દોટ મૂકી હતી પરંતુ ટોળુ તેમના સુધી પહોંચી ગયું હતું અને લાકડીઓ મારવા લાગ્યા હતા અને હાથ-પગ ભાંગી નાખ્યા હતા

જાલમસિંહ ફસડાઈ પડતાં બળદેવભાઈ પ્રભાતભાઈ રબારીએ ધારિયાનો ઘા કરતાં માથામાં જીવલેણ ઇજા થઇ હતી. જાલમસિંહના ભાઈ બાદરસિંહ બચાવવા વચ્ચે પડતાં વિશાલ અમૃતભાઈ રબારી દોડી આવ્યો હતો અને તેમને પણ માથામાં લાકડી ફટકારી હતી.ટોળાએ જાલમસિંહ પર હુમલો કરી જીવલેણ ઈજાઓ.

પહોંચાડ્યા બાદ જાલમસિંહના ઘેર પહોંચી પથ્થરમારો કર્યો હતો અને કારના તમામ કાચ તથા બારી તોડી નાખી હતી. ઇજાગ્રસ્ત જાલમસિંહને હિંમતનગરની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા છે. તલોદ પોલીસે તમામ આઠ જણા વિરુદ્ધ આઇપીસી 307, રાયોટિંગ સહિતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

આમની સામે ગુનો
1. અમૃતભાઈ પ્રભાતભાઈ રબારી, 2. શૈલેષભાઈ બળદેવભાઈ રબારી
3. ભરતભાઈ ઇશ્વરભાઇ રબારી, 4. બળદેવભાઇ પ્રભાતભાઈ રબારી
5. લલ્લુભાઈ પ્રભાતભાઈ રબારી,6. નારણભાઈ પ્રભાતભાઈ રબારી
7. કોમલબેન અમૃતભાઈ રબારી, 8. વિશાલ અમૃતભાઈ રબારી

અન્ય સમાચારો પણ છે...