તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રોષ:તલોદની અદાપુર પ્રાથમિક શાળા મર્જ કરાતાં ગ્રામજનોનું ડીડીઓને આવેદન

હિંમતનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
નિર્ણય રદ કરાવવા લોકો જિ.પં.માં બેસી રહ્યા - Divya Bhaskar
નિર્ણય રદ કરાવવા લોકો જિ.પં.માં બેસી રહ્યા
  • સાબરકાંઠામાં પ્રાથમિક શાળાઓ મર્જ કરવા મામલે વાલીઓ લાલઘૂમ , બાળકોની સુરક્ષા મુદ્દે વાલીઓ લડતના મૂડમાં

તલોદના અદાપુર-જોરાજીના મુવાડામાં પ્રાથમિક શાળા મર્જ થતાં ગાલોકોએ શુક્રવારે જિલ્લા પંચાયત પહોંચી હલ્લાબોલ કર્યું હતું અને ધો - 1 થી 5 ના વર્ગો અદાપુર પ્રાથમિક શાળામાં ચાલુ રાખવા ડીડીઓને આવેદનઆપી રજૂઆત કરી હતી અને મર્જ કરવાનો નિર્ણય રદ કરવાની જીદ સાથે મોડી સાંજ સુધી જિલ્લા પંચાયત સંકુલમાં બેસી રહ્યા હતા.

અદાપુર પ્રાથમિક શાળામાં ધો-1 થી 8 નો અભ્યાસ ચાલુ હતો. શાળામાં ધોરણ પ્રમાણે સંખ્યા નક્કી કરાતાં તા. 23-08-21 થી અદાપુર પ્રાથમિક શાળા સદંતર બંધ છે. ગામના અગ્રણી જાલમસિંહ ઝાલાએ જણાવ્યું કે અગાઉ પણ રજૂઆત કરી હતી પરંતુ કોઇ પગલા ન લેવાતાં શુક્રવારે સરપંચ સહિત ગ્રામજનો જિલ્લા પંચાયત હિંમતનગર આવ્યા છીએ અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી હર્ષદ ચૌધરી અને ડીડીઓને આવેદનપત્ર આપી ધો-1 થી 5 અદાપુર ગામની પ્રાથમિક શાળામાં ચાલુ રાખવામાં આવે તે માટે રજૂઆત કરી છે.

અદાપુરથી આંબજીના મુવાડામાં આવવા જવાનો રસ્તો ખૂબ જ જોખમી છે અને આ રસ્તા પર વાહનોની અવર જવર વધુ રહેતી હોઈ ધો-1 થી 5 ના નાના બાળકોને અકસ્માતનો ભય છે. તેમણે ઉમેર્યું કે બપોરના એક વાગ્યાના આવ્યા છીએ અને અધિકારીઓએ આપેલ હૈયાધારણ લેખિતમાં નહીં મળે ત્યાં સુધી બાળકો મહિલાઓને લઈને બેસી રહીશું.

દલપુરની રાજનગર પ્રા.શાળા મર્જનો નિર્ણય જો નહીં બદલાય તો ચક્કાજામ

પ્રાંતિજના દલપુરની રાજનગર પ્રાથમિક શાળા મર્જ કરાતાં શુક્રવારે ગ્રામજનોએ પંચાયતનો ઘેરાવ કરી આક્રોશ ઠાલવ્યો હતો અને સાંસદ ધારાસભ્યને બોલાવવાની માંગ કરી બે-ત્રણ દિવસમાં જિલ્લાના શિક્ષણ વિભાગ દ્વારા નિર્ણય નહીં બદલાય તો બાળકોને નેશનલ હાઈવે પર બેસાડી ચક્કાજામ કરવાની ચીમકી ઉચ્ચારી બાળકોના એલ.સી. લેવા સ્પષ્ટ ઈન્કાર કર્યો હતો.

આ અંગે ગામના મેહુલસિંહ સોલંકીએ જણાવ્યું કે રાજનગર પ્રાથમિક શાળાને નેશનલ હાઇવે ક્રોસ કરીને બાળકોને પૂર્વથી પશ્ચિમમાં ન જવું પડે તે હેતુસર વર્ષ 2012માં તંત્ર દ્વારા ચાલુ કરાઈ હતી બાળકોની સુરક્ષા અને સલામતી ને એરણે ચઢાવી હવે તંત્ર દ્વારા જ રાજનગર પ્રાથમિક શાળાને દલપુર પ્રાથમિક શાળામાં મર્જ કરાઈ છે.

વાલીઓ બાળકોની સુરક્ષા ખતરામાં મૂકવા તૈયાર નથી શિક્ષકો દ્વારા એલસી લેવા દબાણ થઈ રહ્યું છે પરંતુ શિક્ષણ વિભાગ બાળકોની સુરક્ષાની લેખિત જવાબદારી નહીં આપે ત્યાં સુધી એલસી ન લેવા ગ્રામજનોએ નક્કી કર્યું છે. ગામની પંચાયતના સદસ્યોની પણ જવાબદારી બનતી હોય પંચાયતમાં આવ્યા હતા.

ડે. સરપંચ દાનસિંહ મકવાણાએ આ બાબતે આશ્વાસન આપ્યું છે ધારાસભ્ય આવવાના છે. આગામી બે-ત્રણ દિવસમાં શાળા મર્જ કરવાનો નિર્ણય નહીં બદલાય તો બાળકોને નેશનલ હાઈવે પર બેસાડી ચક્કાજામ કરવાનો ગ્રામજનોએ નિર્ણય કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...