તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Himatnagar
  • Villagers Allege That The Same Person Who Brought Out The Milk Scam In Berana Dudh Mandali Is Committing A Defiant, Fanatical, Alcohol Crime.

આક્ષેપ:બેરણા દૂધ મંડળીમાં દૂધ કૌભાંડને બહાર લાવનાર જ માથાભારે, ઝનૂની, દારૂના ગુના આચરતો હોવાનો ગ્રામજનોએ આક્ષેપ કર્યો

હિંમતનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઠાકોર સેના દ્વારા એસ.પી.ને ઉદ્દેશીને આવેદન આપી ન્યાયની ગુહાર લગાવી

હિંમતનગર તાલુકાના બેરણા દૂધ મંડળીમાં 31 મે ના રોજ બનાવટી દૂધ ભરવાનો મામલો બહાર આવવા છતાં પોલીસ સહિત તંત્રના તમામ વિભાગોએ ભીનુ સંકેલી લીધા બાદ સમગ્ર કૌભાંડને બહાર લાવનાર જ માથાભારે, ઝનૂની, પ્રોહિબિશનના ગુના આચરતો હોવાના આક્ષેપ સાથે ગામના લોકોએ રજૂઆત કરી પગલાં લેવાની માંગ કરતા ઠાકોર સેના દ્વારા તા.24-06-21 ના રોજ એસ.પી.ને ઉદ્દેશીને આવેદનપત્ર આપી ન્યાયની ગુહાર લગાવી હતી.

બેરણા દૂધ મંડળીમાં છેલ્લા એક વર્ષ દરમિયાન હિંમતનગરની ખાનગી ડેરીનું રૂ.49 લાખથી વધુનું દૂધ ચેરમેનના પત્ની અને સેક્રેટરીના નામે ભરાયું હતું. દૂધ શંકાસ્પદ હોવાના મામલે ગ્રામજનોએ હોબાળો મચાવતાં સાબરડેરીમાં તેનું પરીક્ષણ કરાયું હતું અને દૂધ સ્વીકારવા લાયક ન હોવાનો અભિપ્રાય આપી સજારૂપે મંડળીનું એક દિવસનું દૂધ સાબરડેરી એ સ્વીકાર્યું ન હતું.

31 મે ના રોજ સાબરડેરીનો રિપોર્ટ આવ્યા બાદ રાત્રે દૂધ મંડળીમાં ભારે હોબાળો થયો હતો.બળવંતસિંહ બાબુસિંહ પરમાર અને પરેશકુમાર કોદરભાઈ રામીએ ગુરૂવારે એસ.પી.ને ઉદ્દેશીને આપેલ આવેદનમાં રજૂઆત કરી હતી કે ગામના પટેલ જ્ઞાતિના આગેવાનો કૌભાંડ બહાર આવવાથી કિન્નાખોરી રાખે છે અને માથાભારે તથા ઝનૂની સ્વભાવવાળા હોવાની, બેંક સાથે છેતરપિંડી તથા પ્રોહિબિશનનો ધંધો કરતા હોવાના આક્ષેપ સાથે રજૂઆત કરી છે. આ બાબતે આજદિન સુધી કોઇ ફરિયાદ થઇ નથી. હકીકતમાં બનાવટી દૂધ કૌભાંડમાં સંડોવાયેલ શખ્સો પટેલ જ્ઞાતિના હોવાથી તેમને બચાવવા ષડયંત્રો કરી રહ્યા છે જેને પગલે ઉંડી તપાસ કરી યોગ્ય ન્યાય મળે તેવી ઘટતી કાર્યવાહી જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...