તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પોલીસ બેડામાં ખળભળાટ:હિંમતનગરમાં નશો કરેલી હાલતમાં પોલીસ કર્મચારીનો લથડીયા ખાતો વીડિયો વાયરલ

હિંમતનગરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • બી ડીવીઝન પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી

હિંમતનગરમાં બુધવારે બપોરે ન્યાયમંદિર રોડ પર નશો કરેલ પોલીસકર્મીનો વીડીયો વાયરલ થતા પોલીસે સંજ્ઞાન લઇને પોલીસકર્મીની ઓળખ કરી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો હતો. તલોદની આઇસીડીએસ કચેરીના ક્લાર્કનો કચેરીમાં જ દારૂની બોટલ અને ગ્લાસ લઇ મહેફીલ માણતો વીડીયો વાયરલ થવાની ઘટનાની શાહી સૂકાઇ નથી એટલામાં બુધવારે બપોરે ન્યાયમંદિર રોડ પર એક પોલીસકર્મી લથડીયા ખાતો હોય તેવો વીડીયો વાયરલ થતા ખળભળાટ મચી ગયો હતો.

ભરચક ટ્રાફિકમાં લોકોના ટોળા વળ્યા હતા અને પોલીસકર્મીનો વીડીયો બનાવી કેટલાક લોકોએ જોતજોતામાં વાયરલ કરી દીધો હતો. બીડીવીઝન પીએસઆઇ એ.વી. જોષીએ જણાવ્યુ કે હેડક્વાર્ટરમાં ફરજ બજાવતા ભરતભાઇ બળેેવા વિરૂધ્ધ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો