નિર્ણય:વાહનો સંબધિત માન્યતા 31 ડિસે. સુધી લંબાવાઇ

હિંમતનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

કોરોનાની પરિસ્થિતિમાં ડ્રાઇવીંગ લાયસન્સ અને વાહન સબંધિત દસ્તાવેજોની 30 સપ્ટેમ્બર 20 ના રોજ પૂરી થતી માન્યતા 31 ડિસેમ્બર 20 સુધી લંબાવાઇ છે. આરટીઓ કચેરી હિંમતનગર દ્વારા મળેલ વિગતો અનુસાર કોરોનાની પરિસ્થિતિને લઇ ડ્રાઇવીંગ લાયસન્સ સહિત વાહન સબંધિત દસ્તાવેજોની માન્યતા હાલમાં 30 સપ્ટેમ્બર સુધી માન્ય છે. સરકારે જાહેર કરેલ એડવાઈઝરી મુજબ શીખાઉ લાયસન્સ સિવાય વાહન સબંધિત તમામ દસ્તાવેજો જેવાકે ફિટનેસ,પરમીટ, રજીસ્ટ્રેશન સર્ટિફીકેટ સહિતના અન્યદસ્તાવેજોની માન્યતા 31 ડિસેમ્બર 20 સુધી માન્ય ગણાશે.

અન્ય સમાચારો પણ છે...