તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પરેશાની:લોકડાઉનની અસરને પગલે બોર્ડર સીલ કરાતાં સાબરકાંઠા જિલ્લામાં શાકભાજીના ભાવ ગગડ્યા

હિંમતનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શાકભાજીના હબ ગણાતા સાબરકાંઠામાં સ્થાનિક માર્કેટમાં સસ્તું વેચાણ

લોકડાઉનના કારણે રાજ્ય બહાર મોકલવામાં આવતી શાકભાજી બોર્ડર ઉપરથી મોકલવાનું બંધ થતાં ખેડૂતોને સ્થાનિક માર્કેટમાં શાકભાજી વેચવી પડતી હોવાથી ભાવ ગગડી ગયા હોઈ શાકભાજીનું હબ ગણાતા સાબરકાંઠા જિલ્લાના ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે.

સાબરકાંઠા જીલ્લો શાકભાજીનુ હબ ગણાય છે અને અહીંની શાકભાજી અન્ય જીલ્લાઓ સહિત અન્ય રાજ્યોમાં મોકલતી હતી પરંતુ સોમવારથી બોર્ડર બંધ હોવાને લઈને ખેડુતોનો પાક બોર્ડર બહાર જઈ રહ્યો નથી તેના કારણે ખેડુતોને નુકશાન થઈ રહ્યુ છે. ખાસ કરીને વાત કરીએ તો ગવાર, રીંગણ, કોબીજ અને ટામેટા આ શાકભાજી એવી છે કે જે અન્ય રાજ્યોમાં મોકલવામાં આવતી હતી પરંતુ હાલની પરિસ્થિતિ એવી છે કે તમામ માલ અહી સ્થાનિક કક્ષાએ જ વેચાઈ રહ્યો છે અને જેનાથી મંદી સર્જાઈ છે.

અન્ય સમાચારો પણ છે...