ઘરેલુ હિંસા:વીરાવાડા પરણાવેલી યુવતીને તું વાંઝણી છે કહી ત્રાસ ગુજાર્યો

હિંમતનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પરિણીતાએ પતિ, સસરા અને નણંદ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી

હિંમતનગરના વક્તાપુર ગામની અને વીરાવાડા પરણાવેલી યુવતીને તારે બાળકો થતાં નથી અને તું વાંઝણી છે મારે બીજી બૈરી લાવવાની છે કહી ત્રાસ ગુજારતાં પતિ, સસરાં અને નણંદ વિરુદ્ધ પરિણીતાએ ફરિયાદ નોંધાવી હતી.

વક્તાપુરના કોમલબેન બાલાભાઈ વાલ્મીકિના તા. 14-12-15 ના રોજ વીરાવાડા ગામના દીપકભાઈ નટવરભાઈ વાલ્મિકી સાથે લગ્ન થયા હતા અને લગ્નના બે વર્ષ સુધી સંતાન ન હોવાથી બંનેએ હોસ્પિટલમાં સારવાર ચાલુ કરાવેલ અને સારવાર અનુકૂળ ન આવતાં સારવાર બંધ કરી હતી. દરમિયાનમાં નણંદ હીનાબેન મળતા ત્યારે તારે બાળકો રહેતા નથી મારે એક જ ભાઈ છે તારે વારસદાર તો આપવો પડશે કહી મહેણા મારતા હતા. દરમિયાનમાં મે-21 માં તેમની સાસુ ને કોરોના થતાં દાખલ કર્યા હતા અને તેમનું અવસાન થયા બાદ કોમલબેન તેમની સાસરીમાં હતા તે દરમ્યાન નણંદ મ્હેણા મારતા હતા અને પતિ તથા સસરા ઉપરાણું લઈને ઝઘડો કરતા હતા. તા.10-09-21ના રોજ સાંજે છ એક વાગ્યે સસરા નટવરભાઈએ અહી તારી જરૂર નથી તું વાંઝણી છે તું જતી રહે તો મારા દીકરાને બીજી લાવી દઉં કહી જેમ તેમ બોલી ઝઘડો કર્યો હતો અને પતિ પણ ઘેર હોય તેમણે પણ મારઝૂડ કરી પહેરેલ કપડે કાઢી મૂક્યા હતા. પોલીસે પતિ સસરા નણંદ વિરુદ્ધ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...