આયોજન:આજે PMના જન્મદિને નિમિત્તે સાબરકાંઠામાં મેગા રસીકરણ સહિત વિવિધ કાર્યક્રમો

હિંમતનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

આજે સાબરકાંઠા જિલ્લામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી નિમિત્તે ગરીબોની બેલી સરકાર કાર્યક્રમનું તંત્ર દ્વારા આયોજન કરી વિવિધ યોજનાઓનો લાભ લોકોને આપવામાં આવશે. જિલ્લાકક્ષાનો કાર્યક્રમ ડો. નલીનકાંત ગાંધી ટાઉન હોલ ખાતે સવારે 11 થી 12.30 કલાકે યોજાશે.

વડાપ્રધાનનો જન્મ દિવસ હોવાથી સાબરકાંઠા જિલ્લામાં આજે 1.10 લાખ લોકોનું મેગા રસીકરણ કરવાનો કાર્યક્રમ આરોગ્ય કર્મીઓ દ્વારા કરાશે. જેના માટે જિલ્લામાં 295 જેટલા રસીકરણ કેંદ્ર તેમજ 29 મોબાઇલ વાન દ્વારા ઘરે-ઘરે જઈ રસીકરણ અભિયાનને સફળ બનાવવામાં આવશે. તદ્ઉપરાંત 100 દિવસની રોજગારી કેમ્પિંગ દરમિયાન નરેગા યોજના અંતર્ગત ગ્રામ્ય કક્ષાએ કામગીરી કરી વ્યક્તિગત શૌચાલય સ્વચ્છ ભારત મિશન અંતર્ગત 1577 શૌચાલયનું બાંધકામ રૂ. 189.24 લાખના ખર્ચે થશે જ્યારે 3550 વ્યક્તિગત શૌચાલય સમારકામ રૂ. 71 લાખના ખર્ચે થશે.

પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના અંતર્ગત 2600 લાભાર્થીઓને લાભ અપાશે. બાળ સહાય યોજનાના લાભાર્થીઓને સહાયની રકમ સીધી તેમના બેંક ખાતામાં આપવામાં આવશે. જે બાળકોએ કોવિડમાં માતાપિતા ગુમાવ્યા છે. તેમને બાળ સખા યોજના અંતર્ગત લાભ આપવામાં આવશે. આ ઉપરાંત જિલ્લામાં સ્વૈછિક સંસ્થાઓ દ્વારા વડાપ્રધાનના જન્મદિન નિમિત્તે ગ્રામ્ય વિસ્તારોમાં, તાલુકાકક્ષાએ તેમજ જિલ્લાની છ નગરપાલિકા વિસ્તારોમાં વિવિધ કાર્યક્ર્મો યોજાશે.

અન્ય સમાચારો પણ છે...