તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નહિં સુધરે આ લોકો:પોશીના તાલુકાના નાડા ગામ વિસ્તારનો વરઘોડાનો વીડિયો વાયરલ, કસૂરવાર સામે એપેડેમીક એક્ટ મુજબ કાર્યવાહી કરાશે

હિમ્મતનગર3 મહિનો પહેલા
  • મોટી સંખ્યામાં લોકો લગ્નના વરઘોડામાં નાચતા કોરોના ગાઇડ લાઇન વિસરાઇ

કોરોનાને લઇને લોકોમાં હજુ પણ બેદરકારી ભર્યું વર્તન જોવા મળે છે. જેમાં સાબરકાંઠાના પોશીના તાલુકાના નાડા ગામ વિસ્તારમાં વરઘોડાનો વીડિયો વાયરલ થયો છે. જેમાં લોકો માસ્ક વગર એકબીજાને અડોઅડ રહી નાચી રહ્યાં છે.

નાડા ગામ વિસ્તારમાં વરઘોડામાં કોરોના ભુલાયો
નાડા ગામ વિસ્તારમાં વરઘોડામાં કોરોના ભુલાયો

લોકો કોરોના મહામારી ભૂલ્યાની સ્થિતી જોવા મળી
સાબરકાંઠાના પોશીના તાલુકાના નાડા ગામમાં એક વરધોડાનો વીડિયો હાલ વાઇરલ થઇ રહ્યો છે. જેમાં કોરોના મહામારીમાં ડીજેના તાલે મન મુકીને લોકો ઝૂમ્યા છે. તેમાં લોકો કોરોના મહામારી ભૂલ્યાની સ્થિતી જોવા મળે છે. તેમાં વીડિયો જોઇ લાગે છે કે આ લોકોના કારણે ત્રીજી વેવ ફાટી નિકળે તો નવાઇ નહી. મોટી સંખ્યામાં લોકો લગ્નના વરઘોડામાં નાચ્યા છે. જેમાં કોરોના ગાઇડ લાઇન વિસરાઇ ગઇ છે.

વાયરલ વીડિયો આધારે તપાસ હાથ ધરાઇ
વાયરલ વીડિયો આધારે તપાસ હાથ ધરાઇ

ખેરોજ પોલીસે વાયરલ વીડિયો આધારે તપાસ હાથ ધરી છે. અને કસૂરવાર સામે આઈપીસી અને એપેડેમીક એક્ટ મુજબ કાર્યવાહી કરાશે. તેમ ખેરોજ પોલીસ સ્ટેશનના પીઆઇ કે.એમ.વાઘેલાએ જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...