કોરોના રસીકરણ:સાબરકાંઠામાં બીજા દિવસે 20 હજાર વિદ્યાર્થીઓનું રસીકરણ

હિંમતનગર12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બીજા દિવસે ખેડબ્રહ્મા અને પોશીનામાં મોળો પ્રતિસાદ મળ્યો

સાબરકાંઠામાં 15 થી 18 વયજૂથમાં શરૂ કરાયેલ વેક્સિનેશન ઝૂંબેશ અંતર્ગત બીજા દિવસે 20053 વિદ્યાર્થીઓનું રસીકરણ કરાયુ હતું. બીજા દિવસે ખેડબ્રહ્મા અને પોશીનામાં મોળો પ્રતિસાદ મળતા સરેરાશ 72.35 ટકા રસીકરણ થઇ શક્યુ હતું. સોમવારથી સા.કાં. જિલ્લામાં 15 થી 18 વય જૂથમાં ધો-9, 10, 11, 12 માં અભ્યાસ કરતા અને તા.31/12/07 પછી જન્મેલા બાળકો માટે ખાસ વેક્સિનેશન ઝૂંબેશ શરૂ કરાતા પ્રથમ દિવસે 24777 વિદ્યાર્થીઓને વેક્સિનનો પ્રથમ ડોઝ અપાયો હતો બીજા દિવસે 27714 ના લક્ષ્યાંક સામે 20053 વિદ્યાર્થીઓને રસી અપાઇ હતી.

તલોદમાં સૌથી વધુ 2384 પૈકી 2178 બાળકોએ રસી લીધી હતી જ્યારે પોશીના તાલુકામાં સૌથી ઓછા 34.79 ટકા અને ખેડબ્રહ્મા તાલુકામાં 53.76 ટકા બાળકોએ વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો હતો. જિલ્લામાં કુલ લક્ષ્યાંકની સામે બે દિવસમાં 64 ટકા બાળકોને વેક્સિનનો પ્રથમ ડોઝ અપાઇ ચૂક્યો છે. આરસીએચઓ ર્ડા. જયેશ પરમારે જણાવ્યું કે પોશીના અને ખેડબ્રહ્મા તાલુકામાં સ્થાનિક અગ્રણીઓના માધ્યમથી કાઉન્સેલિંગ કરી બાકી રહી ગયેલા વિદ્યાર્થીઓના રસીકરણ માટે તજવીજ હાથ ધરવામાં આવી છે.

તાલુકોલક્ષાંકપ્રથમડોઝટકાવારી
હિંમતનગર7647639183.57
તલોદ2384217891.35
પ્રાંતિજ3167222370.19
વડાલી92985091.49
વિજયનગર2185155871.3
પોશીના248686534.79
ખેડબ્રહ્મા3824205653.76
કુલ277142005372.35

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...