તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રસીકરણ:સાબરકાંઠા જિલ્લામાં આજથી શાળા અને કોલેજોમાં વેક્સિનેશન

હિંમતનગર23 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • 18 વર્ષથી ઉપરના તમામ અને બાકી રહી ગયેલ શિક્ષકો અને કર્મચારીને 5 સપ્ટેમ્બર સુધીમાં પ્રથમ ડોઝ આપવાનું લક્ષ્યાંક

કેન્દ્ર સરકારે 5 મી સપ્ટેમ્બર શિક્ષકદિન સુધીમાં તમામ શિક્ષકોને વેક્સિન સુરક્ષા કવચ હેઠળ આવરી લેવા સૂચના આપ્યા બાદ રાજ્ય સરકારની કોર કમિટીએ તમામ જિલ્લામાં શાળા-કોલેજોમાં વેક્સિનેશન કેમ્પનું આયોજન કરવાની જાણ કરતાં સાબરકાંઠામાં આજે તા. 27 ઓગસ્ટ શુક્રવારથી જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા ખાસ વેક્સિનેશન કેમ્પ શરૂ કરાનાર છે. જેના માટે વધારાનો વેક્સિનનો જથ્થો ફાળવવામાં આવનાર હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.

જિલ્લા આરોગ્ય અધિકારી ડો. રાજેશ પટેલે જણાવ્યું કે મોટાભાગના શિક્ષકોનું બીજા તબક્કામાં વેક્સિનેશન થઈ ગયું છે. પરંતુ કોઇ કારણોસર બાકી રહી ગયા હોય તો શાળા-કોલેજોમાં તેમના ડોક્યુમેન્ટસ ચેક કરી વેક્સિન આપવાનું ખાસ આયોજન કરાયું છે. 18 વર્ષથી ઉપરના અને પાત્રતા ધરાવતા તમામ વિદ્યાર્થીઓને વેક્સિન અપાશે. તદ્દપરાંત શિક્ષકો કર્મચારીઓ અને તેમના પરિવારજનોને પણ વેક્સિનેશન અંતર્ગત આવરી લેવામાં આવનાર છે.

5 સપ્ટેમ્બર સુધીમાં બાકી રહી ગયેલ તમામ શિક્ષકો-કર્મચારીઓનું વેક્સિનેશન કરવાનું લક્ષ્યાંક નક્કી કરાયું છે. આર.સી.એચ.ઓ ર્ડા. જયેશ પરમારે જણાવ્યું કે જે શાળામાં શિક્ષકો-કર્મચારીઓની સંખ્યા ઓછી હશે તેમણે નજીકના વેક્સિન સેન્ટર - સાઇટ પર જઇને વેક્સિન લેવાનું રહેશે.

અન્ય સમાચારો પણ છે...