• Gujarati News
  • Local
  • Gujarat
  • Himatnagar
  • Vaccination Campaign For 15 To 18 Year Old Children Will Be Started From Today In 362 Schools Of Sabarkantha And More Than 200 Schools Of Aravalli District.

1.34 લાખ બાળકોને "કોરોનારૂપી' કવચ:સાબરકાંઠાની 362 અને અરવલ્લી જિલ્લાની 200 થી વધુ શાળાઓમાં 15 થી 18 વર્ષના બાળકોને આજથી રસી આપવાનું અભિયાન શરૂ કરાશે

હિંમતનગર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સા.કાં.ના 70હજાર અને અરવલ્લીના 64 હજાર બાળકોનું આજથી રસીકરણ3
  • સાબરકાંઠામાં આરોગ્ય વિભાગની 281 ટીમો અને અરવલ્લી જિલ્લામાં 225થી વધુ ટીમના કર્મીઓ અને આશાવર્કરોની ટીમ કોરોના રસી આપશે

18 વર્ષથી ઉપરના નાગરિકોનું વેક્સિનેશન મહદઅંશે પૂર્ણ થઇ ગયા બાદ આજે 3 જાન્યુઆરી સોમવારથી સાબરકાંઠા જિલ્લામાં 15 થી 18 વયજૂથમાં આવતા કિશોર-યુવાનોનું રસીકરણ શરૂ કરાશે. આરોગ્ય વિભાગની 281 ટીમો દ્વારા 7 જાન્યુઆરી સુધી પાંચ દિવસમાં જિલ્લાની 362 શાળાઓના ધોરણ 9, 10,11,12 અને આઈટીઆઈ, પોલિટેકનિકમાં અભ્યાસ કરતાં કુલ 70હજારથી વધુ કિશોર યુવાનોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવનાર છે.અરવલ્લી જિલ્લામાં આજથી 15 થી 18 વર્ષના બાળકોને વેક્સિનેશન આપવા માટે આરોગ્ય વિભાગ દ્વારા તખ્તો તૈયાર કરાયો છે.

જિલ્લામાં 64 હજાર જેટલા બાળકોને વેક્સિનેશન માટે આવરી લેવાયા છે. જિલ્લાની 200 જેટલી સ્કૂલોમાં 800 થી વધુ આરોગ્ય વિભાગના કર્મચારી અને આશાવર્કરોને ફરજ ઉપર નિયુક્ત કરાયા હોવાનું જિલ્લા આરોગ્ય વિભાગના આરસી એચઓ અલ્પેશભાઈ પટેલે જણાવ્યું હતું.

તા.16-1-20 થી સાબરકાંઠા જિલ્લામાં કોરોના વોરિયર અને ફ્રન્ટલાઈન વર્કર્સને વેક્સિન આપવાનું શરૂ કરાયા બાદ અત્યાર સુધીમાં જિલ્લામાં 18 વર્ષથી ઉપરના 10.45 લાખ લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ અને 10.26 લાખ લોકોને વેક્સિનના બે ડોઝ અપાઈ ચૂક્યા છે. હજુ પણ કોરોના સંક્રમણની અસર યથાવત રહી છે તેને જોતાં કિશોર યુવાનોને પણ વેક્સિનથી સુરક્ષિત કરવા આરોગ્ય વિભાગ દ્વારા આયોજન કરાયું છે.

અરવલ્લી જિલ્લામાં 15 થી 18 વર્ષના બાળકોને ને વેક્સિનેશન માટે આજથી પ્રારંભ થતો હોવાથી જિલ્લા આરોગ્ય વિભાગ અને શિક્ષણ વિભાગ અને આઇસીડીએસ વિભાગ દ્વારા 200 જેટલી સ્કૂલોમાં અભ્યાસ કરતા બાળકોને 64 હજાર જેટલા આવરી લેવાયા છે. એક સપ્તાહ દરમિયાન ઉપરોક્ત બાળકોને વેક્સિનેશન દ્વારા સુરક્ષિત કરવા માટે આરોગ્ય વિભાગ ના 450 કરતાં વધુ કર્મીઓ અને આશાવર્કર બહેનો સહિત 800 જેટલા કર્મીઓ બાળકોને વેક્સિનેશન માટે નિયુક્ત કરાયા છે. જિલ્લામાં આરોગ્ય વિભાગની 225 કરતાં વધુ ટીમો વેક્સિનેશનની કામગીરી એક સપ્તાહ દરમિયાન પૂર્ણ કરવાની હોવાનું અરવલ્લી જિલ્લા નાયબ આરોગ્ય અધિકારી એબી પટેલે જણાવ્યું હતું.

આજે સોમવારે પ્રથમ દિવસે સાબરકાંઠા જિલ્લાની 160 શાળાઓ, આઇટીઆઇ, પોલિટેકનિકમાં રસી અપાશે
સાબરકાંઠા જિલ્લા આરસીએચઓ ડો. જયેશ પરમારે વિગત આપતાં જણાવ્યું કે સોમવાર તા. 3 જાન્યુઆરીથી પ્રથમ દિવસે જિલ્લાની 160 શાળાઓના ધો.-9,10,11,12 અને આઇટીઆઈ, પોલિટેકનિકમાં અભ્યાસ કરતાં તા.31-12-07 અગાઉ જન્મેલ તમામ કિશોર યુવાનો યુવતીઓને શાળાઓમાં જઈને વેક્સિન અપાશે. વિભાગની 281 ટીમો તથા શિક્ષકો અને આચાર્યોના સહયોગથી એક પણ વિદ્યાર્થી વેક્સિન વગર રહી ન જાય તેની તકેદારી રાખવામાં આવશે આવનાર છે. 7 જાન્યુઆરી સુધીમાં 70 હજારથી વધુ વિદ્યાર્થીઓને વેક્સિન આપવાનું લક્ષ્ય નક્કી કરાયું છે તેમણે ઉમેર્યું કે 7 તારીખે બાકી રહી ગયેલ તમામ વિદ્યાર્થી, અભ્યાસ છોડી દેનાર કે શાળાએ ન આવતાં 15 થી 18 વર્ષના બાળકો માટે મેગા ડ્રાઇવનું આયોજન કરાયું છે.

કોરોના વેક્સિન લેવા માટે રજિસ્ટ્રેશન આ બે રીતે થઈ શકશે

  • કોવિન એપ પર જઇ કિશોર-યુવાનનું નામ ઉંમર રહેણાંક વિસ્તારનો પીનકોડ લખી રસીકરણ સેન્ટરના લિસ્ટમાંથી કેન્દ્રની પસંદગી કરી વેક્સિનેશનની તારીખ, સમય અને વેક્સિનને સિલેક્ટ કરવાની રહેશે. મોબાઇલ પર કન્ફર્મેશન મેસેજ આવ્યા બાદ નક્કી કરેલી તારીખે સેન્ટર પર જઈ વેક્સિનેશન કરાવી શકાશે.
  • ઓફલાઈનમાં શાળામાં સીધું રજિસ્ટ્રેશન થઈ શકશે જેમાં વિદ્યાર્થી કે તેના માતા પિતાનો મોબાઈલ નંબર, આધારકાર્ડ રજૂ કરવાનું રહેશે. પ્રથમ ડોઝ લીધાના 28 દિવસ બાદ બીજો ડોઝ લઈ શકાશે. વિદ્યાર્થી પોતાના સ્કૂલ આઇડીનો પણ આઈડી પ્રૂફ તરીકે ઉપયોગ કરી શકશે.

અામને અપાશે રસી
ધો.9,10,11,12 આઇટીઆઈ, પોલિટેકનિકમાં અભ્યાસ કરતાં તા.31-12-07 અગાઉ જન્મેલ તમામ કિશોર યુવાનો યુવતીઓને શાળાઓમાં જઈને કોરોના વેક્સિન અપાશે.

વેક્સિનેશન ફેક્ટ
15 -18 વર્ષના બાળકોને રસી અપાશે
1124 કર્મીઓ સાબરકાંઠામાં
900 કર્મીઓ અરવલ્લીમાં

તકેદારી |કોરોના વેક્સિન લીધા પછી 30 મિનિટ ઓબ્જર્વેશનમાં રાખી રજા અપાશે
શાળામાં વિદ્યાર્થીને વેક્સિન અપાયા બાદ 30 મિનિટ ઓબ્જર્વેશનમાં રાખવામાં આવશે અને ત્યારબાદ તેને ઘેર જવા રજા અપાશે.

કાઉન્સેલિંગ|વિદ્યાર્થીને રસી લેવા મામલે ડર હોય તો સુપરવાઇઝર અને શાળાના શિક્ષક સમજાવશે
સાબરકાંઠા આરોગ્ય અધિકારી ડો. રાજેશ પટેલે જણાવ્યું કે જો કોઇ વિદ્યાર્થીના મનમાં કોરોના વેક્સિન મામલે સંશય હશે તો ટીમના સુપરવાઇઝર અને શાળાના શિક્ષકો રસીના મહત્વ વિશે સમજાવશે.

અન્ય સમાચારો પણ છે...