તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આયોજન:હિંમતનગરમાં રોટરી કલબ દ્વારા વેક્સિનેશન કેમ્પનું આયોજન કરાયું

હિંમતનગર7 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • વેક્સિન લેવા ધારાસભ્યનું રાજેન્દ્રસિંહ ચાવડાનું આહવાન

હિંમતનગર શહેર સહિત જિલ્લામાં કેસોમાં વધારો થયો હોવાથી આરોગ્ય તંત્ર સહિત સંસ્થાઓ પદાધિકારીઓ ચિંતિત બન્યા છે. પ્રતિરોધક રસીલે અને તે માટે હિંમતનગર રોટરી ક્લબમાં રસીકરણ કેમ્પ યોજાયો હતો. આ કાર્યક્રમ સાથે ઉનાળાની શરૂઆત સાથે ગરમી પડવાની શરૂ થઇ હોઇ અબોલ પક્ષીઓને પાણી અને સુરક્ષા પુરી પાડવા માળા અને કુંડા વિતરણ કેમ્પ ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ચાવડાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો.

મહામારી કોરોના સામે રક્ષાત્મક કવચ પૂરી પાડતી કોરોના પ્રતિરોધક રસીકરણ સાથે માળા અને કુંડા વિતરણ કેમ્પનો પ્રારંભ કરાવતાં ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ચાવડાએ જણાવ્યું કે, માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવાની સાથે રસીકરણ પણ એક ઉપાય હોય અને રસીની કોઇ આડ અસર થતી ન હોઇ 45 થી વધુ વયના તમામે રસી લઇ સુરક્ષિત બનવા આહવાન કર્યું હતું. ગરમીમાં અબોલ પક્ષીઓ માટે માળા અને કુંડાની કરાયેલ વ્યવસ્થાના સેવાકાર્યને તેઓએ બિરદાવ્યું હતું.રસીકરણ કેમ્પમાં મોટી સંખ્યામાં નાગરિકોએ રસી લીધી હતી.

જિલ્લા ભાજપ પ્રમુખ જે.ડી.પટેલ, તાલુકા ભાજપ પ્રમુખ હસમુખભાઇ પટેલ, રાષ્ટ્રિય મહિલા મોરચાના ઉપપ્રમુખ કૌશલ્યા કુંવરબા , પુર્વ પાલિકા પ્રમુખ નીલાબેન પટેલ સહિત પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો