તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિરોધ:હિંમતનગરમાં બેરણા રોડ પર પેવર કરવા તજવીજ હાથ ધરાતાં ઉમિયાનગરના રહીશોએ વિરોધ કર્યો

હિંમતનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
બેરણા રોડનું નવીનીકરણ હાથ ધરાતા ઉમિયાનગર સોસાયટીના રહીશોએ રોડનું લેવલ ઊંચું ન થાય તેની તકેદારી રાખવા આરએન્ડબી ના કાર્યપાલક ઇજનેરને આવેદન આપ્યું હતું. - Divya Bhaskar
બેરણા રોડનું નવીનીકરણ હાથ ધરાતા ઉમિયાનગર સોસાયટીના રહીશોએ રોડનું લેવલ ઊંચું ન થાય તેની તકેદારી રાખવા આરએન્ડબી ના કાર્યપાલક ઇજનેરને આવેદન આપ્યું હતું.
  • રોડ ઊંચો થાય તો ચોમાસામાં ઘરમાં પાણી ભરાવાની રહીશોને દહેશત

હિંમતનગર શહેરના વિકસિત થઇ રહેલ બેરણા રોડનું નવીનીકરણ હાથ ધરાતાં ઉમિયાનગર સોસાયટીના રહીશોએ રોડનું લેવલ ઊંચું ન થાય તેની તકેદારી રાખવા આરએન્ડબી ના કાર્યપાલક ઇજનેરને આવેદનપત્ર આપી વાંધો રજૂ કર્યો હતો. જો રોડ ઊંચો થાય તો ઘરમાં ચોમાસામાં પાણી ભરાવાની દહેશત રહીશોએ વ્યકત કરી હતી.બેરણા રોડનું નવીનીકરણ હાથ ધરાતાં રોડનું લેવલ ઊંચું થવાની સંભાવના છે ઉમિયાનગર વિકાસ મંડળના નેજા હેઠળ ઉમિયાનગર સોસાયટીના રહીશોએ તા.08-02-21 ના રોજ આરએન્ડબી ના કાર્યપાલક ઇજનેરને રૂબરૂ મળી આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી કે બેરણા રોડનું નવીનીકરણ હાથ ધરાયુ છે

અને હયાત સ્થિતિમાં રોડને બનાવવાને બદલે રોડનું લેવલ ઊંચું કરવા તજવીજ હાથ ધરાઇ છે રોડનું લેવલ ઊંચું જાય તો ઉમિયાનગર સોસાયટીના મકાનોમાં ચોમાસાની સિઝનમાં પાણી ભરાઈ જાય તેવી ભૌગોલિક સ્થિતિ છે. જેથી રોડને ઊંચો કરવાને બદલે તોડીને યથાસ્થિતિ જળવાઈ રહે તે રીતે બનાવવામાં આવે તો સોસાયટીના રહીશોને કોઈ વાંધો નથી અન્યથા ચોમાસાની ઋતુમાં મોટી સમસ્યાનો સામનો કરવો પડે તેમ છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

    વધુ વાંચો