તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુર્ઘટના:હિંમતનગરના મહાવીરનગર વિસ્તારમાં ભેખડ ધસતાં 2 મહિલા શ્રમિકો દટાયા

હિંમતનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
બંન્ને ઈજાગ્રસ્ત મહિલાઓને પોલીસ વાનમાં સારવાર અર્થે ખસેડ્યા - Divya Bhaskar
બંન્ને ઈજાગ્રસ્ત મહિલાઓને પોલીસ વાનમાં સારવાર અર્થે ખસેડ્યા
  • પોલીસ વાનમાં બંને ઇજાગ્રસ્તોને સિવિલમાં ખસેડાયા

હિંમતનગરના મહાવીરનગર વિસ્તારમાં શુક્રવારે સવારે કોમ્પ્લેક્સની સાઇટ પર બે મહિલા કામ કરી રહ્યા હતા તે દરમિયાન માટીની ભેખડ ધસી પડતા ઇજાગ્રસ્ત થયા હતા. પોલીસ વાહનમાં બંને ઇજાગ્રસ્તોને સિવિલ હોસ્પિટલ સારવાર માટે મોકલવામાં આવ્યા હતા.

હિંમતનગરના મહાવીરનગર વિસ્તારમાં આવેલ મધુવન સુપર માર્કેટ પાસે પેલેસ રોડ ની બાજુમાં ડિલાઇટ સ્ટુડિયોની સામેની બાજુ ગોપાલભાઈની સાઇટ પર ખોદકામ ચાલી રહ્યું હતું ત્યારે શુક્રવારે 10:08 કલાકે ખોદકામ દરમિયાન અચાનક ભેખડ ધસી પડતાં સેજલબેન તથા આશાબેન પટેલ માટીમાં દટાયા હતા. હાજર લોકોએ તેમને બહાર કાઢી 108નો સંપર્ક કરતા કોરોના મહામારીને પગલે વેઇટિંગ હોવાથી 108 આવી ન પહોંચતા ઘટનાની જાણ પી.એસ.આઇ. સી.એફ. ઠાકોર અને જે.એમ. રબારી પોલીસ ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી હતી અને પોલીસ વાહનમાં બંને ઇજાગ્રસ્તોને સિવિલ હોસ્પિટલ સારવાર માટે મોકલવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...