તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:રિક્ષાનું ટાયર ફાટતાં પલટતાં બે બહેનોને ગંભીર ઇજા, એકનું સારવારમાં મોત થયું

હિંમતનગર5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ઇડરની પોશીના ચોકડી પરનો બનાવ, રિક્ષા ચાલક ફરાર
 • બંને બહેનો બટાકાની મજૂરીનું કામ પૂછવા અર્થે સાબલી જઇ રહી હતી

ઇડરના ભોઇવાસમાં રહેતી બે યુવતીઓ સપ્તાહ અગાઉ બટાકાના મજૂરી કામ અર્થે પૂછવા રિક્ષામાં સાબલી ગામે જઇ રહ્યા હતા. તે દરમિયાન પોશીના ચોકડી પર રિક્ષા નું ટાયર ફાટતાં પલટતાં બંનેને ગંભીર ઇજાઓ થઇ હતી અને એક યુવતીનું સારવાર દરમિયાન મોત થતાં ઇડર પોલીસે ફરાર રિક્ષા ચાલક સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર ઇડરના ભોઇવાસમાં રહેતા પ્રિયંકાબેન દિનેશભાઇ ભોઇ અને જાગૃતિબેન દિનેશભાઇ ભોઇ ગત તા. 6-11-20 ના રોજ બપોરે બટાકાની મજૂરી કામનું પૂછવા રિક્ષામાં સાબલી ગામે જઇ રહ્યા હતા અને બપોરે બે - એક વાગ્યાના સુમારે પોશીના ચોકડી પર રિક્ષા નં. જી.જે-18-એ.વાય-4902 નું ટાયર ફાટી જતાં રિક્ષા પલટી ખાઇ હતી અને પ્રિયંકાબેન તથા જાગૃતિબેનને ગંભીર ઇજાઓ થતાં 108માં ઇડર અને ત્યારબાદ હિંમતનગર સિવિલમાં લઇ જવાયા હતા જ્યારે રિક્ષા ચાલક ફરાર થઇ યયો હતો. જાગૃતિબેનને બંને પગ, માથામાં અને પેટમાં ગંભીર ઇજાઓ થઇ હતી અને સારવાર દરમિયાન તા. 11-11-20 ના રોજ સાંજે 5:56 કલાકે તેમનુ મોત નીપજ્યુ હતું. મૃતકના બનેવી કલ્પેશકુમાર દલસુખભાઇ ભોઇએ ફરિયાદ નોંધાવતા ઇડર પોલીસે રિક્ષા નં. જી.જે-18-એ.વાય-4902ના ફરાર ચાલક સામે ગુનો નોંધ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો