ફરિયાદ:બે શખ્સોએ ઘેર આવી માતા-પિતા અને પુત્રીને મારમારતાં ચકચાર

હિંમતનગર5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હિંમતનગરમાં પૈસાની લેવડ-દેવડ બાબતે

હિંમતનગરના વાઘેલાવાસમાં રહેતા પરિવારના ઘેર બે શખ્સોએ આવી પૈસાની લેવડ-દેવડ બાબતે અપશબ્દો બોલી દંપતી અને દીકરીને મારતાં બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી.

તા.05-03-22 નારોજ બપોરે જીતેન્દ્રભાઇ કનુભાઇ વાઘેલા તથા તેમના પત્ની અને બાળકી (રહે.વાઘેલાવાસ, ડોડિયા સ્કેલ પાછળ, સિવિલ સર્કલ પાસે, હિંમતનગર) તેમના ઘેર હતા તે વખતે ફળીયામાં રહેતા પુંજાભાઇ બાબુભાઇ વાઘેલા અને તેમના બનેવી દિનેશભાઇ કરશનભાઇ વાઘેલા (રહે. ખેડબ્રહ્મા) બંને જણા ઘેર આવ્યા હતા.

ઘરમાં આવી જીતેન્દ્રભાઇને અમારા લીધેલા પૈસા કેમ આપતા નથી કહી અપશબ્દો બોલતા હોઇ પતિ-પત્નીએ અપશબ્દો બોલવાની ના પાડી સગવડ થતાં તમારા પૈસા આપી દઇશુ કહેતા બંને જણાં જીતેન્દ્રભાઇને મારવા લાગતા પત્ની અને દીકરી છોડાવવા વચ્ચે પડતાં તેમને પણ ગડદાપાટુનો માર માર્યો હતો. જીતેન્દ્રભાઇની પત્નીએ બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધાવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...