નો ડ્રોન ઝોન:સાબરડેરી પાસે બે કિલોમીટર વિસ્તાર"નો ડ્રોન ઝોન' જાહેર

હિંમતનગર14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જાહેરનામાનો ભંગ કરનાર શિક્ષાપાત્ર થશે

સા.કાં. જિલ્લામાં આવેલ વાઈટલ ઇન્સ્ટોલેશન વી.વી.આઇ.પી રહેણાંક તેમજ અગત્યની સરકારી કચેરીઓ તથા અન્ય પ્રતિબંધિત વિસ્તાર વગેરે જગ્યાઓની સુરક્ષા કરવાની જવાબદારી સા.કાં. પોલીસની છે. તાજેતરમાં બનેલા ડ્રોન અટેકના બનાવો જોતા જિલ્લાના હિંમતનગર તાલુકામાં આવેલ સાબરડેરીનો વાઈટલ ઇન્સ્ટોલેશનની "સી’ કેટેગરીમાં સમાવેશ થતો હોઇ તેની સુરક્ષા સુનિશ્ચિત કરવી જરૂરી છે.

જેથી UAV ( Unnamed Aeril Vehicle) જેમાં રિમોટ કંટ્રોલ સંચાલિત કૅમેરા લગાડેલા ડ્રોન અથવા એરિયલ મિસાઈલ, હેલિકોપ્ટર, રિમોટ કંટ્રોલ, માઇક્રોલાઇટ, એરક્રાફ્ટ કે પેરાગ્લાઇડર જેવા સંસાધનો થી દેશ વિરોધી સંગઠનો, આતંકવાદીઓ અને ભાગફોડીયા તત્વો ગેરલાભ લઇ સાબરડેરીને હાની પહોંચાડવાની શક્યતા હોવાથી હિંમતનગરની સાબરડેરીની આજુબાજુની તમામ દિશાઓમાં બે કિલોમીટર સુધીના એરિયાને નો ડ્રોન ઝોન જાહેર કરવામાં આવ્યો હોવાનું જાહેરનામું જિલ્લા કલેક્ટર હિતેષ કોયાએ બહાર પાડ્યુ છે અને જો કોઇ આ હુકમનો ભંગ કરશે તો શિક્ષાને પાત્ર થશે.

અન્ય સમાચારો પણ છે...