તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
હિંમતનગર શહેરમાં પોસ્ટ ઓફિસની નજીક બનાવેલ પ્લેટીનમ કોમ્પ્લેક્સ શરૂઆતથી જ વિવાદિત બની રહ્યું છે અને પાર્કિંગની જગ્યામાં દુકાનો બનાવી ગ્રાહકને ખોટું બ્રોશર બતાવી રૂ.82,14,400માં બે દુકાનો નું વેચાણ કર્યા બાદ પાલિકાએ પ્લાન વિરુદ્ધ બાંધકામ અંતર્ગત નોટિસ આપી બાંધકામ તોડી પાડતા ભાંડો ફૂટયો હતો અને દુકાન ખરીદનારને મહાવીર ઇન્ફ્રાસ્પેસ પ્રા.લી.ના ડિરેક્ટરોએ દોઢ વર્ષ સુધી ધક્કા ખવડાવ્યા બાદ ધમકીઓનો દોર શરૂ કરતાં બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ આપી છે. પરંતુ જવાબો નિવેદન લેવા સિવાય પોલીસે વિશેષ કાર્યવાહી કરી નથી.નોંધનીય છે કે સિટી સર્વે કચેરીના ભ્રષ્ટ તંત્રએ પણ નોંધ પાડી દીધી છે.
શહેરની પોસ્ટ ઓફિસ નજીક મહાવીર ઇન્ફ્રાસ્પેસ પ્રા.લી.ના ડિરેક્ટરોએ પ્લેટીનમ સ્ક્વેર નામનું કોમ્પ્લેકસ બનાવ્યું છે. જે તે સમયના પ્રાંત અધિકારી પણ શંકાના દાયરામાં આવ્યા હતા.શહેરના હેમાંગભાઈ હસમુખલાલ સોની એ સાડા ચાર વર્ષ અગાઉ ગ્રાઉન્ડ ફ્લોર પરની દુકાન નંબર 2 વેચાણ રાખી હતી અને ત્યારબાદ દુકાન ન-2ની પાછળ આવેલ દુકાન નંબર 6 અને 7 રાખવાની ઇચ્છા થતાં તા.20/02/18 ના રોજ રજિસ્ટર્ડ દસ્તાવેજથી બંને દુકાન વેચાણ રાખી હતી અને યુનિયન બેન્કને ભાડા કરાર થી લીઝ પર આપવા તજવીજ હાથ ધરતા સ્ટ્રોંગરૂમનું બાંધકામ શરૂ કરતાં પાલિકાના કર્મચારીઓએ રૂબરૂ સ્થળ પર આવી કામ બંધ કરાવ્યું હતું અને તા.31-01-19 ના રોજ કામ બંધ કરવા તથા તા.11-02-19 ના રોજ બાંધકામ તોડી પાડવા નોટિસ આપી હતી.
જેને પગલે હેમાંગભાઈએ પાલિકામાં તપાસ કરતાં મંજૂર પ્લાનમાં જે જગ્યાએ પાર્કિંગ બતાવેલ હતું તે પાર્કિંગની જગ્યામાં દુકાનો બનાવી હોવાની ખબર પડતાં મહાવીર ઇન્ફ્રાસ્પેસ પ્રા.લી.ના જીનાગ હર્ષદભાઈ શાહ, રીટાબેન હર્ષદભાઈ શાહ અને હર્ષદભાઈ જયંતીલાલ શાહ નો સંપર્ક કરતાં રીવાઇઝ પ્લાન માટે તજવીજ હાથ ધરી હોવાનું જણાવી સમય પસાર કર્યો હતો અને હવે ધમકીઓ આપવાની શરૂ કરી છે. અનુસંધાન-પેજ-3-પર
પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.