કાર્યવાહી:બે ડાલા, સ્પેરપાર્ટસ ચોરનાર કિશોર સહિત બે કાંકણોલ પાસેથી ઝડપાયા

હિંમતનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મોડાસાની ચોરી સહિત 3 ચોરીનો ભેદ ઉકેલ્યો, 5.95 લાખનો મુદ્દામાલ રિકવર

હિંમતનગર એ ડિવિઝન પોલીસે કાંકણોલ નજીકથી સ્પેરપાર્ટસ ભરેલું અટકાવી પૂછપરછ દરમિયાન શંકા જતાં પોલીસ સ્ટેશન લાવી તપાસ હાથ ધરતાં ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ સ્પેરપાર્ટની ચોરી, એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ પીકઅપ ડાલાની ચોરી અને મોડાસામાં નોંધાયેલ ડાલાની ચોરીનો ભેદ ખૂલ્યો હતો.

ઝડપાઇ ગયેલા શખ્સ રાજસ્થાનમાં ચોરીના ગુનામાં વોન્ટેડ હોવાનું પણ ખૂલ્યું હતું હિંમતનગર શામળાજી હાઇવે પર પોલીસ વોચમાં રહેવા દરમિયાન શામળાજી તરફથી પીકઅપ નં જીજે-7-વાયઝેડ-7704 આવી પહોંચતા અટકાવી પાછળના ભાગે તપાસ કરતા લોખંડના અલગ-અલગ સ્પેરપાર્ટ ભરેલા મળી આવ્યા હતા.

જેના અનુસંધાને ચાલક મનીષ શંકરલાલ મીરા (ઉ.વ.22રહે.લીંબદરા તા.સરાડા રાજસ્થાન)ની પૂછપરછ કરતાં સંતોષકારક જવાબ ન આપી શકતા પોલીસ સ્ટેશન લાવી તપાસ હાથ ધરવા દરમિયાન ભાંગી પડયો હતો અને ગુનાની કબૂલાત કરી લીધી હતી તેની સાથે એક 16 વર્ષના કિશોરની પણ અટકાયત કરાઈ હતી. પોલીસે બે ડાલાની ચોરી અને સ્પેરપાર્ટની ચોરી મળી કુલ ત્રણ ગુનાનો ભેદ ઉકેલી રૂ.1.95 લાખ ના સ્પેરપાર્ટ અને 4 લાખનું ડાલું મળી કુલ 5.95 લાખનો મુદ્દામાલ રિકવર કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...