વિવાદ:હિંમતનગરના કનઈ ગામે ચૂંટણી પરિણામ બાદ જૂથ અથડામણમાં બે કારમાં તોડફોડ, બે થી વધુને ઇજા

હિંમતનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઘર તરફ જતી મહિલાઓને જીતના ઉત્સાહમાં કેટલાક લોકોએ છંછેડતા મામલો બિચક્યો

હિંમતનગર તાલુકાના કનઇ ગામમાં મંગળવારે બપોરે ચૂંટણીનું પરિણામ જાહેર થયા બાદ કનઇ ગામમાં વિજય સરઘસ કાઢવા દરમિયાન સર્જાયેલ જૂથ અથડામણમાં બે વાહનોની તોડફોડ કરાઇ હતી અને બે થી વધુ લોકોને ઈજા થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે સમગ્ર મામલે રૂરલ પીએસઆઇનો સંપર્ક કરતાં મોબાઇલમાં રીંગો વાગતી રહી હતી.

મંગળવારે પરિણામ જાહેર થયા બાદ બપોરે કનઇ ગામમાં વિજય સરઘસનું આયોજન કરાયું હતું ગ્રામજનો દ્વારા મળતી માહિતી અનુસાર ખેતરમાંથી ઘર તરફ જઈ રહેલ મહિલાઓને જીતના ઉત્સાહમાં કેટલાક લોકોએ છંછેડતા મામલો બિચક્યો હતો અને ગામ સમરાંગણમાં ફેરવાઈ ગયું હતું જૂથ અથડામણને પગલે બે વાહનોને નુકસાન થયું હતું અને બે થી વધુ લોકોને ઈજા થઈ હતી. ઘટનાની જાણ થતા પોલીસ દોડી આવી હતી અને મામલો થાળે પાડવા તજવીજ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...