અકસ્માત:તલોદના બદામકંપા નજીક કારની ટક્કરે બે બાઇકસવારનાં મોત થયા

પુંસરીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વાવ ગામના બે યુવકો તલોદ ચૂંટણી પરિણામ જોવા માટે આવી રહ્યા હતા

તલોદના બદામકંપા પાસે મંગળવાર સવારે 10 વાગ્યાની આસપાસ કારચાલકે બાઈક નં. GJ 09 DC 6843ને ટક્કર મારતાં બાઇકસવાર અને ચાલક બંનેના ઘટનાસ્થળે મોત થયા હતા. પોલીસ સૂત્રો ના જણાવ્યા અનુસાર વાવ ગામના બાઈકચાલક મહેન્દ્રસિંહ રંગસિંહ રાઠોડ અને મહેન્દ્રસિંહ અગરસિંહ મકવાણા (40) વાવ ગામથી તલોદમાં ચૂંટણી પરિણામ માટે આવતા હતા. તે દરમિયાન બદામકંપાની આસપાસ કારચાલકે ટક્કર મારતા બંનેના ઘટનાસ્થળે મોત નિપજ્યા હતા.

108 મારફતે તલોદ સિવિલમાં લવાયા હતા. જ્યાં તબીબે મૃત જાહેર કર્યા હતા. આ અંગે પોપટસિંહ રંગુસિંહ રાઠોડે અજાણ્યા કારચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. મહેન્દ્રસિંહ અગરસિંહ મકવાણા ચૂંટણી દરમિયાન વાવ પંચાયતમાં સરપંચ માટે ઉમેદવારી કરેલા પોતાના કૌટુંબીક કાકાના દીકરા કિરણસિંહ દલપતસિંહ સરપંચને મત આપવા આવ્યા હતા. મૃતક પૂના મંદિરમાં પૂજા અર્ચના કરતા હતા.બેના મોત થતા વાવમાં શોકનો માહોલ છવાયો હતો.}કલ્પેશ જોષી

અન્ય સમાચારો પણ છે...