તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:હિંમતનગરમાંથી નાસતા ફરતા બે આરોપી ઝડપાયા

હિંમતનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક

હિંમતનગર બી ડિવિઝન પીએસઆઇ અર્જુન જોષી દ્વારા વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવાની ઝુંબેશ અન્વયે ધાનેરા,હિંમતનગર બી ડિવિઝન સહિત મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનાઓમાં સંડોવાયેલ આરોપીઓને પકડ્યા હતા.

હિંમતનગર મહેતાપુરા સર્કલ પાસે ધાનેરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં સંડોવાયેલ અને છેલ્લા એક વર્ષથી નાસતો ફરતો આરોપી બક્ષિસસિંઘ ઉફેઁ જીતુ પ્રિતમસિંઘ (રહે. સપ્રિગ વર્કસ મહેતાપુરા) ઉભો રહ્યો હોવાની બાતમી આધારે મહેતાપુરા સર્કલ ખાતે પહોંચી પકડ્યો હતો. હિંમતનગર હાજીપુરા રસ્તા ઉપર મોડાસા ટાઉન પોલીસના ગુનામાં સંડોવાયેલ યુસુફભાઈ ઇસ્માઇલ ભાઈ મેમણ (રહે.નાની વ્હોરવાડ નગીના મસ્જિદ પાસે) ઉભો રહ્યો હોવાની બાતમી આધારે ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી જે તે પોલીસ સ્ટેશનમાં સુપરત કરાયા હતા.

અન્ય સમાચારો પણ છે...