જીવદયા:હિંમતનગરમાં અકસ્માતમાં ઘાયલ વાનરને સારવાર આપી

હિંમતનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

હિંમતનગરમાં સબજેલ સામે કપિરાજના બચ્ચાને અકસ્માત થયો છે તેની જાણ ફોરેસ્ટના બીટગાર્ડ વિમલભાઈને મળતાં ત્યાં આવી ને રેસ્ક્યૂ કરી મોતીપુરા ચેકપોસ્ટ ખાતે લઇ જઈ પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટીમાંથી ર્ડો. એકતાબેન પટેલને બોલાવી કપિરાજના બચ્ચાની ટ્રિટમેન્ટ કરાવી હતી.

ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ તથા પ્રાણી અત્યાચાર સોસાયટીના ર્ડો. એકતાબેનની આ કામગીરી ને જીવ દયા પ્રેમી જનતા દ્વારા બિરદાવાઇ હતી.શહેરમાં કોઈ પશુ પક્ષી ઘાયલ દેખાય તો પ્રાણી અત્યાચાર સોસા.ને જાણ કરવા અપીલ કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...