બદલી કરાતાં રોષ:પોલીસ આંદોલનમાં ભાગ લેનારા સાબરકાંઠાના 6 પોલીસની બદલી

હિંમતનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસકર્મીઓની આંતર જિલ્લા બદલી કરાતાં રોષ

બે માસ અગાઉ થયેલ પોલીસ આંદોલનને સમર્થન આપનાર સાબરકાંઠા જિલ્લાના 6 પોલીસકર્મીની જિલ્લા બહાર ‘જાહેરહિત’ ના કારણસર બદલી કરાઇ છે. ત્યારે જ આ સ્થિતિ સર્જાતા નવેસરથી આંદોલનના મંડાણ થવાની ચર્ચાઓએ જોર પકડ્યુ છે.

પોલીસકર્મીઓ દ્વારા શરૂ કરાયેલ આંદોલન સમેટી લેવા થયેલ સમાધાન દરમિયાન શિક્ષાત્મક કાર્યવાહી ન થવાની મૌખિક બાંહેધરી અપાઇ હતી. રાજ્યના એક પણ જિલ્લામાં આંદોલનને સમર્થન આપનાર પોલીસકર્મીઓ સામે અત્યાર સુધી એકંદરે શિક્ષાત્મક કહી શકાય તેવી જિલ્લા બહાર બદલીની કાર્યવાહી થઇ નથી.

સાબરકાંઠાના હેડક્વાર્ટર ખાતે ફરજ બજાવતા હિરેનભાઇની આહવા - ડાંગ, હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહેશભાઇની અમરેલી, હિંમતનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા બુદ્ધિપ્રસાદની ભાવનગર, જાદર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા અલ્પેશસિંહની ભૂજ, પોશીના ફરજ બજાવતા બિપીનભાઇની બોટાદ અને એમટી સેક્શનમાં ફરજ બજાવતા નરેન્દ્રસિંહની પોરબંદર બદલી થયાની તા.16-12-21 ના રોજ સા.કાં. એસ.પી.એ પોલીસ મહાનિર્દેશકના પત્રનો હવાલો આપી બદલીવાળા જિલ્લે તાત્કાલિક અસરથી હાજર થવા હુકમ કર્યો છે.

આંદોલન સાથે જોડાયેલા પોલીસકર્મીઓની આંતર જિલ્લા બદલી થતાં પોલીસકર્મીઓમાં રોષ પેદા થયો છે અને 60 દિવસના અલ્ટીમેટમને સમય પૂરો થવા આવી રહ્યો છે. ત્યારે જ આ સ્થિતિ સર્જાતા નવેસરથી આંદોલનના મંડાણ થવાની ચર્ચાઓએ જોર પકડ્યુ છે.

અન્ય સમાચારો પણ છે...