દુર્ઘટના:લાલસીપુર નજીક 1 વર્ષિય બાળકી પર ટ્રેક્ટરનું ટાયર ફરી વળતાં મોત

મોડાસા14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કીડીયાદથી ભાઈ-બહેન બાઈક પર સિક્કા ગામે જતાં હતા
  • ટ્રેક્ટરના ચાલકે બાઈકને ટક્કર મારતાં મહિલાના હાથમાંથી બાળકી નીચે પટકાઈ હતી,બેને ઈજા

માલપુર તાલુકાના લાલસિપુર પાસે ટ્રેકટરની ટક્કરથી બાઈક સવાર મહિલાના હાથમાંથી એક વર્ષની બાળકી નીચે પટકાતાં તેના ઉપર ટ્રેક્ટરનું ટાયર ચડી જતાં ઘટનાસ્થળે બાળકીનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. જોકે,આ અકસ્માતમાં બાઈક ચાલક અને મહિલાને શરીરે ઈજાઓ પહોંચતા સારવાર માટે ખસેડયા હતા.આ અંગે માલપુર પોલીસને જાણ કરાઇ હતી.

માલપુર તાલુકાના કીડીયાદથી મુન્નાભાઈ સિંધાભાઈ ભરવાડ બાઈક(જીજે 31 એમ 7395) લઈને તેમના બહેન દક્ષાબેન ઉર્ફે મિત્તલબેનને બેસાડીને માલપુર થઈને સિક્કા જવા નીકળ્યા હતા. માલપુર તાલુકાના લાલસીપુર ડેરી પાસેથી પસાર થતાં હતા.

ત્યારે સામેથી આવતા ટ્રેક્ટર (GJ-31-D-1974)નો ચાલકે બાઈકને ટક્કર મારતાં દક્ષાબેનના હાથમાં રહેલી એક વર્ષની બાળકી જીનલ પોપટભાઈ ભરવાડ હાથમાંથી નીચે પડી જતાં એના માથાના ભાગે ટ્રેક્ટરનું ટાયર ફરી વળતાં ઘટના સ્થળે બાળકીનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું.મુન્નાભાઈઅને તેમના બહેન દક્ષાબેને ઈજા પહોંચી હતી. આ અંગે બીજલભાઇ રામાભાઈ ભરવાડે માલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવતાં પોલીસે ટ્રેક્ટર ચાલક વિરુદ્ધ ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...