ત્રાસ:હિંમતનગરમાં હડીયોલ રોડ ઉપરની સોસા.માં ચડ્ડી-બનિયન ગેંગનો ત્રાસ

હિંમતનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આ અઠવાડિયામાં રાજતીર્થ-તુલસીપાર્ક સોસાયટીમાં તાળાં તૂટ્યાં
  • 5 થી 7 ની સંખ્યામાં બેખૌફ સોસાયટીઓમાં ફરી ચોરીઓ કરે છે

હિંમતનગર શહેરના સહકારીજીન ચાર રસ્તાથી હડીયોલ તરફ જતા રસ્તા પર આવેલ સોસાયટીઓમાં ચડ્ડી બનિયાનધારી ચોરો રાત્રે 5 થી 7 ની સંખ્યામાં બેખૌફ બની ફરે છે અને ચોરીને અંજામ આપે છે ગત આઠમની રાત્રે આવેલ આ ટોળકી સીસીટીવી કેમેરામાં કેદ થઇ જતાં રહીશોની બૂમને સમર્થન મળ્યુ છે.

હિંમતનગર શહેરના મોતીપુરામાં સિવિલની આજુબાજુની સોસાયટીઓમાં રાત્રિ દરમિયાન ચડ્ડી બનિયાનધારી શખ્સો શંકાસ્પદ રીતે ફરતા હોવાની અને મકાનોમાં ચોરીઓ થતી હોવાની થોડા અરસા અગાઉ રજૂઆત થયા બાદ સહકારીજીન ચાર રસ્તાથી હડીયોલ તરફ જતા માર્ગ પર આવેલ સોસાયટીઓમાં પણ પ્રતિદિન ચડ્ડી બનિયાનધારી તસ્કરો આવતા હોવાની બૂમ ઉભી થઇ છે. ચાલુ અઠવાડિયામાં રાજતીર્થ અને તુલસીપાર્ક સોસાયટીમાં મકાનોનાં તાળાં તૂટ્યાં છે.

ગત આઠમના દિવસે હાથમાં પથ્થરની પોટલી અને ચહેરા ઢાંકીને સોસાયટીમાં પ્રવેશતા પાંચ જેટલા ચડ્ડી બનિયાનધારી શખ્સો એક મકાનના સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા. ચડ્ડી બનિયાન ધારીના ખોફથી સોસાયટીના રહીશોએ રાત્રિ જાગરણ ચાલુ કર્યું છે. આ તસ્કરો કોઇ જાગી જાય કે પડકારે તો હાથમાંના પથ્થર મારવા શરૂ કરી દે છે. રહીશોએ જણાવ્યુ કે પોલીસ પેટ્રોલીંગ શરૂ થાય તે માટે એસ.પી.ને રજૂઆત કરાશે.

સોસાયટીના રહીશોએ રાત્રે ઉજાગરાં શરૂ કર્યા
ચડ્ડી બનિયાન ધારીના ખોફથી સોસાયટીના રહીશોએ રાત્રિ જાગરણ ચાલુ કર્યું છે. આ તસ્કરો કોઇ જાગી જાય કે પડકારે તો હાથમાંના પથ્થર મારવા શરૂ કરી દે છે. સોસાયટીના રહીશોએ જણાવ્યુ કે પોલીસ પેટ્રોલીંગ શરૂ થાય તે માટે અહીંના રહીશો એસ.પી.ને રજૂઆત કરાશે.

અન્ય સમાચારો પણ છે...