તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:15 વર્ષ જૂનાં વાહનો સ્ક્રેપ કરવાનો કાયદો પાછો ખેંચવા સા.કાં. કિસાનસભાની માગ

હિંમતનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ડેમ-તળાવોમાં નર્મદાનું પાણી ભરવાની માંગ કરાઇ, સૂત્રોચ્ચાર કરતાં કાર્યકરોની અટક

સા.કાં. ગુજરાત કિસાન સભાના કાર્યકરો દ્વારા મંગળવારે 15 મી ઓગસ્ટના રોજ વડાપ્રધાને પંદર વર્ષ જૂના વાહનો સ્ક્રેપ કરવાનો કાયદો અમલી બનાવ્યો છે જે પાછો ખેંચવા અને ચાલુ વર્ષે વરસાદ ઓછો થવાને કારણે વિવિધ માંગો સહિત જિલ્લા સેવાસદનમાં વિરોધ પ્રદર્શન કરતાં પોલીસે કાર્યકરોની અટકાયત કરી હતી.

વડાપ્રધાને 15 વર્ષ જૂના વાહનો સ્ક્રેપ (ભંગાર) ગણી નિકાલ કરવાના અમલી કરેલ કાયદાને પગલે લોકોની હાલત કફોડી બનશે અને મહામારીથી લોકડાઉનને કારણે લોકો ના રોજગાર બંધ થયા છે તેમજ જૂના ટુ વ્હીલર, બાઇક, ટ્રક - ટેમ્પો, ટ્રેક્ટર, લોડીંગ રીક્ષા થી રોજગારી માટે રજળી રહ્યા છે. તે સ્ક્રેપ (ભંગાર) કરી દેવામાં આવશે તો હાલની કફોડી પરિસ્થિતિમાં લોકોમાં નવું સાધન ખરીદી નહી શકે તથા જૂના અને નાના - મોટા વાહનોથી મળતી રોજગારી પણ લોકો થી છીનવાઈ જશે તથા સા.કાં.નો મોસમનો વરસાદ 25 ટકા થી ઓછો થયો છે, જેથી ખેડૂતો નો પાક સુકાઈ રહ્યો છે.

જેથી ખેડૂતોના સહકારી અને સરકારી દેવાં માફ કરો, પાક વીમો તાત્કાલિક ચૂકવો, ડેમ અને તળાવોમાં નર્મદાનું પાણી ભરો, ઘાસચારો રાહત દરે આપો અને નિષ્ફળ ગયેલ પાકનું સર્વે કરાવી વળતર ચૂકવવામાં આવે તેવી માંગણી કરી આવેદનપત્ર જિલ્લા મંત્રી પરસોત્તમ પરમાર, જિલ્લા કિસાન સભાના પ્રમુખ દિલાવર સિંહ ઝાલા, વિજેન્દ્રસિંહ મકવાણા, રોશન શેખની આગેવાનીમાં આપવાનું હતું પણ આવેદન આપતાં પહેલા કાર્યકરોએ સૂત્રોચ્ચાર કરતાં પોલીસે અટકાયત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...