કોરોના બેકાબૂ:કોરોના સામે રક્ષણ મેળવવા માટે વેક્સિનના 2 ડોઝ લેવા પડશે, બીજો ડોઝ 21 - 30 દિવસમાં લેવો પડશે

હિંમતનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • પીએચસી પરના ડીપ ફ્રીજમાં -20 ડિગ્રીએ રસીને સાચવવાની સુવિધા ઉપલબ્ધ

વેક્સિનેશનનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયું છે અને લોકોના મનમાં પણ અનેક જિજ્ઞાસા છે ત્યારે કોરોના સામે રક્ષણ મેળવવા વેક્સિનના બે ડોઝ લેવા પડશે અને બીજો ડોઝ 21 થી 30 દિવસમાં લેવો પડશે તેવું જાણવા મળી રહ્યું છે અને વેક્સિનની એફીકેસી - અસરકારકતા 99.97 ટકા હોવાની સાથે કોરોના વાયરસનું જીન મ્યુટેશન થયુ તો આ વેક્સિન રક્ષણ આપશે કે કેમ તે બાબતે પણ સંશય છે.

કોરોના મહામારીને નાથવા સમગ્ર વિશ્વમાં વેક્સિનના ટ્રાયલ ચાલી રહ્યા છે જે કોરોનાથી બચવાનું એક માત્ર માધ્યમ છે જેને પગલે કોરોના વેક્સિનના ક્યારે આવશે, કોને મળશે, અસરકારકતા કેટલી છે, કેટલા સમય સુધી રક્ષણ આપશે વગેરે બાબતો અંગે લોકોમાં જાણવાની ભારે ઉત્કંઠા પ્રવર્તી રહી છે. હાલમાં સાલ હોસ્પિટલમાં વેક્સિનનો ટ્રાયલ શરૂ થયો છે અને અત્યાર સુધી કોઈને આડ અસર થઇ હોવાનું બહાર આવ્યું નથી.

સિવિલના આરએમઓ ડો. એન. એમ શાહે જણાવ્યું કે વેક્સિનના બે ડોઝ લેવા પડશે બીજો ડોઝ 21 થી 30 દિવસની અંદર લેવાનો રહેશે હાલમાં જે ટ્રાયલ ચાલી રહ્યો છે તે વેક્સિનેશનની -20 ડિગ્રી પર સંગ્રહાયેલ આ વેક્સિનની એફીકેસી - અસરકારકતા 99.97 ટકા જેટલી છે. જિલ્લાના પીએચસી પરના ડીપ ફ્રીજમાં -20 ડિગ્રીએ રસીએ સાચવવાની સુવિધા ઉપલબ્ધ છે અને બે ડોઝ લેવાથી પાંચ વર્ષની સુરક્ષા મળતી હોવાનું મનાઇ રહ્યું છે.

વેક્સિન મોટાભાગે -20 ડિગ્રીએ રખાશે
હાલમાં ચાલી રહેલ ટ્રાયલવાળી વેક્સિનને -20 ડિગ્રીએ રાખી શકાશે જિલ્લાના આરોગ્ય કેન્દ્રો પાસે બે પ્રકારના ફ્રીજ ઉપલબ્ધ છે. આઈએલઆરમાં 2 થી 8 ડિગ્રી અને ડીપ ફ્રીજમાં -20 ડિગ્રી તાપમાનની સુવિધા મળી રહે છે.

વાયરસનું મ્યુટેશન ન થયું તો 5 વર્ષની ગેરંટી
કોરોના વાયરસ સામે રક્ષણ મેળવવા સુચિત વેક્સિનના બે ડોઝ લીધા બાદ પાંચેક વર્ષ સુધી વાયરસ સામે રક્ષણ મળી રહેનાર છે. પરંતુ સમયાંતરે કોરોના વાયરસનું ડીએનએ બદલાતું હોવાનાં સંશોધનો જણાવી રહ્યા છે કે જીન મ્યુટેશન થાય છે અને વેક્સિનેશન બાદ વાયરસ પોતાનું સ્વરૂપ બદલી લેશે તો આ વેક્સિન બદલાયેલા વાયરસ સામે નિરર્થક બની રહેવાની સંભાવનાઓ પણ મહત્તમ છે.

અન્ય સમાચારો પણ છે...