દીપોત્સવનો આનંદ:નવા વર્ષને વધાવવા થનગનાટ,આજથી સંવત 2078 નો પ્રારંભ

હિંમતનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
દિપાવલી પર્વની કાળીચૌદશની રાત્રિએ હિંમતનગરના વકતાપુરમાં આવેલ સાંઈ મંદિરને દીવડાઓ અને રોશનીથી શણગાર્યું હતું. - Divya Bhaskar
દિપાવલી પર્વની કાળીચૌદશની રાત્રિએ હિંમતનગરના વકતાપુરમાં આવેલ સાંઈ મંદિરને દીવડાઓ અને રોશનીથી શણગાર્યું હતું.
  • સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાજનો વહેલી સવારે દેવદર્શન કરી એકબીજાને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવશે

જીવનના ખટમીઠા સંભારણા અને કોરોનાના ભયના ઓથાર સાથે સમય પસાર થઇ ગયા બાદ વિતેલા વર્ષના નફા -નુકસાનને ભૂલીને આજથી શરૂ થઇ રહેલ નૂતન વર્ષે અક્ષરનાદથી આવનારૂ વર્ષ સુખ સમૃદ્ધિ અને સફળતાભર્યુ બની રહે તેવી શુભેચ્છાઓ દિવાળીની રાત્રિ દરમિયાન ફટાકડા ફોડીને નૂતન વર્ષની વહેલી પરોઢે ઉજાસ ફેલાવી ઘરના આંગણે અનેરા ઉત્સાહ અને જુસ્સામાં વધારાના પ્રતિક સમી રંગોળીઓ કરી નૂતન વર્ષના વધામણાં કરાયા છે.

સતત દોઢ વર્ષ સુધી કોરોના સંક્રમણના ભયના ઓથાર નીચે સમય પસાર કર્યા બાદ ગુરૂવારે રાત્રિ દરમિયાન ફટાકડાની ભારે આતશબાજી કરી દીપોત્સવી પર્વની જિલ્લાજનોએ ભારે હર્ષોલ્લાસ સાથે ઊજવણી કરી હતી. વિક્રમ સંવત 2077 ના અંતિમ દિવસે દિપોત્સવી પર્વ માતા મહાલક્ષ્મીની પૂજા આરાધના બાદ આજે શુક્રવારે સંવત 2078 ના નવા વર્ષનો પ્રારંભ થઇ રહ્યો છે. ત્યારે જિલ્લાજનો વહેલી સવારે દેવદર્શન કરી એકબીજાને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવશે.

ભારત વર્ષમાં આજથી વિકાસ સંવત 2078 નો પ્રારંભ થઇ રહ્યો છે. ત્યારે નવા વર્ષની શરૂઆત મંદિરોમાં ભીડ જામવાથી થશે. લોકો ભગવાનના મંદિરમાં દર્શન, પૂજા, અર્ચના કરીને નવા વર્ષનો પ્રારંભ કરશે. ભારતીય સંસ્કૃતિમાં વિક્રમ સંવતનુ કેલેન્ડર વર્ષ અનુસરાય છે. નવા વર્ષના પ્રારંભે અનેક મંદિરોમાં ભગવાનને છપ્પનભોગનો અન્નકૂટ ધરાવાશે. મંદિરોમાં દર્શન કરી એકમેકને નવા વર્ષની શુભકામનાઓ પાઠવવામાં આવશે. અબાલવૃદ્ધ સાૈ કોઇ નવા વસ્ત્રોમાં સજ્જ થઇ નૂતન વર્ષના પ્રાગ્ટ્યને પરોઢના ઉજાસથી વધારશે.

સોનરી સ્વપ્ન સાથે આવેલ નૂતન પ્રભાતને આતશબાજીના અજવાળે વધાવવામાં આવશે. વેપારીઓ પણ દિવાળીની રાત્રે લક્ષ્મીપૂજન કર્યા બાદ નૂતનવર્ષના પ્રારંભે શુભ મૂહૂર્તમાં દૂકાનો વધાવી લાભ પાંચમ સુધીનુ વર્ષનું સાૈથી લાંબુ વેકેશન માણવા જશે.

અન્ય સમાચારો પણ છે...