તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોંગ્રેસમાં સગાવાદ:જિલ્લા પંચાયતની 4 બેઠકો પર પતિ, પત્ની અને માતાને ટિકિટ; સાબરકાંઠામાં પૂર્વઉપપ્રમુખની પત્નીને ટિકિટ

હિંમતનગર, મોડાસા22 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • અરવલ્લી-સાબરકાંઠામાં કોંગ્રેસે ભાજપની જેમ સગાવાદ ચલાવ્યો, સાબરકાંઠામાં 1072 ફોર્મ ભર્યા, સા.કાં.માં 36 માંથી 2 રિપીટ, અરવલ્લીમાં 30 માંથી 11 રિપીટ
 • અરવલ્લી જિલ્લામાં લીંભોઇમાં ઉમેદવારની જગ્યાએ તેમના પત્ની, ગાબટમાં પત્ની જગ્યાએ પતિ, ઇન્દ્રાણમાં પુત્રની જગ્યાએ માતાને ટિકિટ

સાબરકાંઠા અને અરવલ્લીમાં કોંગ્રેસે શનિવારે ફોર્મ ભરવાના દિવસે ભાજપની જેમ સગાવાદ અને પરિવારવાદ ચલાવ્યો હતો. જેમાં અરવલ્લીમાં ત્રણ જગ્યાએ પતિ, પત્ની અને માતાને ટિકિટ અપાઇ હતી. જ્યારે સાબરકાંઠામાં એક જગ્યાએ પૂર્વઉપપ્રમુખની પત્નીને ટિકિટ અપાઇ છે. સા.કાં.માં ત્રણેય સ્વરાજની સંસ્થાઓમાં શનિવારે ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થઇ હતી જેમાં 8 તા.પં.માં 680, જિ.પં.માં 162 હિંમતનગર અને વડાલી પાલિકામાં 229 તથા તલોદ પાલિકાની બે વોર્ડની પેટા ચૂંટણીમાં 02 ફોર્મ મળી કુલ 1072 ઉમેદવારોએ નામાંકન ભર્યું છે. કોંગ્રેસે પૂર્વ જિ.પં. પ્રમુખ રાજેન્દ્રસિંહ કુંપાવત અને મિલકતસિંહ રાઠોડને રિપિટ કર્યા છે તથા પૂર્વ ઉપપ્રમુખ નેતાભાઇ સોલંકીના પત્ની કેલીબેનને બેઠક બદલાતા ટિકિટ આપી છે બાકીની તમામ બેઠકો પર નવા ચહેરાને તક આપી છે.

અરવલ્લી જિલ્લા પંચાયતની 30 બેઠક પર કોંગ્રેસે ઉમેદવારો મોડે મોડે જાહેર કર્યા છે. જેમાં કોંગ્રેસે 11 બેઠકો પર રિપીટ થિયરી અપનાવી સગા-સંબંધીઓને ટિકિટ આપી છે. મોડાસાની લીંભોઈ, કઉ, મેઘરાજની પંચાલ, ભિલોડા, જેસિંગપુર તેમજ કિશનગઢ, બાયડની ડેમાઇ, ગાબટ, ઇન્દ્રાન અને રડોદરા, ધનસુરાની આકરુન્દ, ધનસુરા બેઠક પર ઉમેદવારો રિપીટ કર્યા છે.જેમાં લીંભોઇ બેઠક પરના ઉમેદવારની જગ્યાએ તેમના પત્ની, ગાબટ બેઠક પર પત્નીની જગ્યાએ તેમના પતિને ટિકિટ આપી અને ઇન્દ્રાણ બેઠક પર પુત્રની જગ્યાએ માતાને ટિકિટ આપી છે.

મોડાસાની લીંભોઈ બેઠક પર ચિરાગ ઉપાધ્યાયની જગ્યાએ તેમના પત્ની કવિતાબેન ઉપાધ્યાયને ટિકિટ આપી છે. મોડાસાની કઉં બેઠક પર ચૌહાણ જયંતીભાઈ રિપિટ, મેઘરજ બેઠક પરથી પંડ્યા જતીનભાઈ ને પંચાલ બેઠક પર, ભિલોડા જેસિંગપુર બેઠક પર બોડાત સેજલબેન લાલજીભાઈને રિપીટ, ભિલોડાની કિશનગઢ બેઠક પર ગત રાજેન્દ્ર પારઘી રિપિટ કરાયા છે. બાયડની ડેમાઇ બેઠક પર કીર્તિભાઈ પટેલ રિપીટ, ગાબટ બેઠક પર ઝાલા યોગેન્દ્રસિંહના પત્ની રાજકુમારીબાની જગ્યાએ યોગેન્દ્રસિંહ ઝાલાને ટિકિટ,બાયડની ઈન્દ્રાણ બેઠક પર ગત ચૂંટણીમાં માનવેન્દ્રસિંહ સોલંકીની જગ્યાએ આ ચૂંટણીમાં તેમના માતા સોલંકી શિલાકુમારી ચંદ્રભાણસિંહને ટિકિટ આપી, બાયડની રડોદરા બેઠક પર હિતેન્દ્રભાઈ ધીરુભાઈ પટેલ રિપિટ, ધનસુરાની આકરુન્દ બેઠક પર રાઠોડ કોકીલાબેનને, ધનસુરા બેઠક પર સચિનકુમારને રિપિટ કર્યા છે.

સાબરકાંઠા જિલ્લા પંચાયતના ઉમેદવારો
આગીયા- ધ્રાંગાઇ દિવાબેન ચંદુભાઇ
આંત્રોલીવાસદોલજી- ઝાલા નિતાબેન દિલાવરસિંહ
બડોદરા- ઝાલા અમરસિંહ રૂપસિંહ
બડોલી- અસારી રેખાબેન કમલેશ
બાલિસણા- પરમાર વિદ્યાબેન રામસિંહ
બળવંતપુરા- પુજારા પ્રેમીલાબેન વ્રજરાજસિંહ
બેરણા- પરમાર મુકેશકુમાર ગાભાજી
ચંદ્રાણા- પટેલ વર્ષાબેન રોહિતભાઇ
દંત્રાલ- બ્રહ્મભટ્ટ પ્રકાશચંદ્ર દેવિપ્રસાદ
દાવડ- મકવાણા હર્ષદભાઇ હિરાલાલ
દોલતાબાદ- સોલંકી પ્રભાતસિંહ ગભુસિંહ
ગોલવાડા- ઠાકોર કોડીબેન દિવાનજી
ગોરલ- મોડીયા હેમાબેન હિરાભાઇ
જાદર- ખરાડી બકાભાઇ ખીમજીભાઇ
જામળા- પંડોર મહેશ્વરીબેન રાજુભાઇ
કણાદર- કટવલ અફીયાબેન સુભાષભાઇ
કાંકણોલ- પટેલ નિમીષાબેન હેમંતકુમાર
કેશરપુરા- પંડ્યા નીરૂબેન શૈલેષભાઇ
ખેડવા- ગમાર તરલીબેન રામાભાઇ
લક્ષ્મીપુરા- ચંદાવત ભમરસિંહ
મહોર- કુંપાવત રાજેન્દ્રસિંહ નાથુસિંહ (R)
મોયદ- ચૌહાણ મીનાબેન કાળુસિંહ
નાદરી- પારઘી રમીલાબેન સોમાભાઇ
પરબડા- વાડેરાઅલ્પેશકુમાર લાલજીભાઇ
પરોસડા- નિનામા પોપટભાઇ કડવાજી
પાટડીયા- સોલંકી કેલીબેન નેતાભાઇ
પુંસરી- પટેલ લક્ષ્મીબેન વિનુભાઇ (R)
રાયગઢ- બોદર વિરજુભાઇ ખમજીભાઇ
સવગઢ- નિનામા હિરાભાઇ નાનજીભાઇ
સીતવાડા- રાઠોડ મિલકતસિંહ ભીખુસિંહ (R)
સોનાસણ- પટેલ ધર્મિષ્ઠાબેન મહેન્દ્રભાઇ
વક્તાપુર- પરમાર કાંતિભાઇ લાલાભાઇ
વિજયનગર- પટેલ અરવિંદભાઇ મણીભાઇ

મોડાસા-બાયડ પાલિકામાં 247 ફોર્મ ભરાયા
મોડાસા પાલિકામાં ફોર્મ ભરવાના છેલ્લા દિવસે કુલ 161 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. બાયડ પાલિકામાં બંને પક્ષે કુલ 86 ઉમેદવારી ફોર્મ ભરાયા હતા.

અરવલ્લી જિલ્લા પંચાયતમાં ભરાયેલા ફોર્મની વિગત
ભિલોડાની 7 બેઠક પર 41 ફોર્મ , ધનસુરાની 4 બેઠક પર 19 ફોર્મ મેઘરાજની 5 બેઠક પર 26 ફોર્મ , બાયડની 6 બેઠક પર 35 ફોર્મ ,માલપુરની 3 બેઠક પર 17 ફોર્મ , મોડાસાની 5 બેઠકો પર 24 ફોર્મ ભરાયા હતા.

અરવલ્લીમાં તા.પં.માં 128 બેઠકો પર 598 ફોર્મ ભરાયા
ભિલોડા 26 બેઠકો પર 132 ઉમેદવાર
ધનસુરા બેઠકો પર 76 ઉમેદવાર
મેઘરજ 22 બેઠકો માટે 101 ઉમેદવાર
બાયડ 24 બેઠકો માટે 106 ઉમેદવાર
માલપુર 16 બેઠકો માટે 85 ઉમેદવાર
મોડાસા 22 બેઠકો માટે 98 ઉમેદવાર

કોંગ્રેસે જિ.પં.ની મોડાસાની સાયરા બેઠક પર 22 વર્ષીય યુવતીને ટિકિટ આપી
અરવલ્લી જિલ્લા પંચાયતની મોડાસા તાલુકામાં આવતી 26 સાયરા બેઠક પર કોંગ્રેસે 22 વર્ષની માયાબેન પરમારને ટિકિટ આપી છે. ભાજપે રેખાબેન રાઠોડ ને ચૂંટણી જંગમાં ઉતાર્યા છે.

અરવલ્લી જિલ્લા પંચાયતના ઉમેદવારો
મોડાસા
1.લીંભોઈ-કવિતાબેન ચિરાગભાઈ ઉપાધ્યાય
2. કઉ-ચૌહાણ જયંતીભાઈ નાથુસિંહ
3. મેઢાસણ-અષારીઇશ્વર ભાઇ ધુળાભાઈ
4. સાયરા-પરમાર માયાબેન અમરાભાઇ
5 ટીંટોઈ-કટારા મિલટ્ર ડ કુમારી શૈલેષભાઈ

માલપુર
6. હેલોદર-પણચા મંગળદાસ ભુરાભાઈ
7. ઉભરાણ- દામા હંસાબેન અરવિંદભાઈ
8.માલપુર-પ્રણામી અમિતભાઈ કરસનભાઈ

​​​​​​​મેઘરજ
9. મેઘરજ-ડામોર સુમિત્રાબેન કમલેશભાઈ
10. બાઠીવાડા-ડામોર રેવી બેન કાળુભાઈ
11. બેલ્યો-રોત કમલેશભાઈ ભાણજીભાઈ
12. પંચાલ-પંડ્યા જતીનભાઈ ગુણવંતભાઈ
13.શણગાલ-રાઠોડ વિમલ કુંવરબા બળવંતસિંહ

​​​​​​​ભિલોડા
14.ભિલોડા 3-તાવિયાડ ઈન્દુબેન ભાવિનભાઈ
15. જેસિંગપુર- બોડાત સેજલબેન લાલજીભાઈ
16. કિશનગઢ- પારઘી રાજેન્દ્રકુમાર કાંતિલાલ
17. કુડોલપાલ-રાજેશ્વરી કુંવરબા કર્ણ વીર સિંહ ચંપાવત
18.મોટાકંથારીયા-ડામોર વનરાજભાઈ રમણલાલ
19. નાદોજ- હોથા કાંતિભાઈ સાજા ભાઈ
20.ઓડ-સજજનબેન સુભાષભાઈ

​​​​​​​બાયડ
21. ચોઈલા-પરમાર બાબુસિંહ
22. ડેમાઇ-પટેલ કિર્તીભાઈ ગીરીશભાઈ
23. ગાબટ-ઝાલા યોગેન્દ્રસિંહ શિવસિંહ
24.ઇન્દ્રાણ-સોલંકી શિલાકુમારી ચંદ્રભાણસિંહ
25. રડોદરા-પટેલ હિતેન્દ્રભાઈ ધીરુભાઈ
26. ઊંટરડા-પટેલ ચુનીભાઇ બબાભાઈ

​​​​​​​ધનસુરા
27. આકરુન્દ-રાઠોડ કોકીલાબેન રામસિંહ
28. બુટાલ-પરમાર સુમિત્રાબેન ફતેસિંહ
29. ધનસુરા-પટેલ સચિનકુમાર અરવિંદભાઈ
30. વડાગામ- પરમાર ચંપાબેન રણજીતસિંહ

​​​​​​​અત્યારસુધીમાં નગરપાલિકાઓમાં ભરાયેલા ફોર્મ

પાલિકાતા.8તા.9તા.10તા.11તા.12તા.13કુલ
હિંમતનગર01106852112
વડાલી00165443104
તલોદ0200125
કુલ032612397231

અત્યાર સુધી તાલુકા પંચાયતમાં ભરાયેલા ફોર્મ

તા.પં.તા.8તા.9તા.10તા.11તા.12તા.13કુલ
હિંમતનગર03056832108
ઇડર0411176911112
વડાલી091818121168
ખેડબ્રહ્મા0132145676
પોશીના0000376198
વિજયનગર00019312171
પ્રાંતિજ0002541672
તલોદ036454875
કુલ0203886370166680

​​​​​​

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો