ફરિયાદ:હિંમતનગર શહેર અને તાલુકામાંથી ત્રણ વાહનો ચોરાતાં ફરિયાદ નોંધાઇ

હિંમતનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહેતાપુરા વિસ્તારમાં રોડ ઉપરથી બાઇક ચોરાયું

હિંમતનગરના મહેતાપુરા સામ્રાજ્ય દાલબાટીની બાજુમાં આવેલ જેક્સ સ્ટુડીઓ આગળ રોડ ઉ૫રથી તા.09-12-21 ના રોજ સાંજે પાંચેક વાગ્યાથી સાડા પાંચ વાગ્યા દરમિયાન મનીષભાઇ ચીમનભાઇ મકવાણાનું બાઇક નં. જી.જે-31-જે-5447 કોઇ શખ્સ ચોરી કરી લઇ જતાં શોધખોળ કરવા છતાં મળી ન આવતા હિંમતનગર બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાઇ હતી.

ક્રિષ્ણા કોમ્પ્લેક્સમાંથી ઇકો ગાડી ચોરાતાં ગુનો
હિંમતનગર જૂની સિવિલ સામે કોમ્પલેક્ષ પાછળથી બાઇક ચોરાતાં હિંમતનગર બી ડિવિઝનમાં ફરિયાદ નોંધાઇ હતી.હિંમતનગર જૂની સિવિલ સામે ક્રિષ્ણા કોમ્પ્લેક્સ પાછળ ખૂલ્લી જગ્યામાંથી તા.10-12-21 ના રોજ 9 વાગ્યાથી અઢી વાગ્યાના સમયગાળા દરમિયાન મનોજભાઇ કુમુદચન્દ્ર શાહ ની ઇકો નં. જી.જે-09-બી.સી-5021 કોઇ ચોરી કરી લઇ જતાં ફરિયાદ નોંધાઇ હતી.

હિંમતનગરના જાંબુડી ગામમાંથી બાઇક ચોરાયું
હિંમતનગર તાલુકાના જાંબુડી ગામમાં તા.15-12-21 ના રોજ રાત્રે અગિયારેક વાગ્યાથી તા.16-12-21 ના રોજ સવારે છએક વાગ્યાના સમયગાળા દરમિયાન નિકેશકુમાર કાંતિભાઇ પટેલના આંગણામાં પાર્ક કરેલ બાઇક નં. જી.જે-09-સી.આર-8118 કોઇ ચોરી કરી લઇ ગાંભોઇ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...