તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આયોજન:હિંમતનગરમાં પાણીની જર્જરિત ત્રણ ઓવરહેડ ટાંકી ઉતારી નવી બનાવાશે

હિંમતનગર16 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • પાલિકાની સા. સભામાં સ્વચ્છતાને લગતા કેટલાક નિર્ણયો લેવાશે

હિંમતનગરના ત્રણ વિસ્તારમાં વર્ષો પૂર્વે બનાવેલ અને જર્જરિત થવા આવેલ પાણીની ત્રણ ઓવર હેડ ટાંકી ઉતારી નવી બનાવવા અને શહેરના બજાર વિસ્તારમાં સૌથી મોટી સમસ્યા દૂર કરવા યુરીનલ-મૂતરડીની સુવિધા ઉપલબ્ધ કરાવવા તજવીજ હાથ ધરાઇ છે. તદ્દપરાંત આગામી 8 એપ્રિલે યોજાનાર પાલિકાની સામાન્ય સભામાં શહેરના બ્યુટીફીકેશન અને સ્વચ્છતાના કેટલાક નિર્ણયો લેવાનાર હોવાનુ પણ જાણવા મળી રહ્યુ છે.

હિંમતનગર શહેરના બગીચા વિસ્તાર, જૂનીવાવ અને મહેતાપુરામાં વર્ષો પૂર્વે બનાવેલ પાણીની ટાંકીઓ જર્જરીત બનતા પાલિકા દ્વારા એન્જીનિયરના માધ્યમથી સ્ટ્રક્ચર સ્ટ્રેન્થની ચકાસણી કરાઇ હતી અને ત્રણેય ઓવરહેડ ટાંકીઓ અગામી વર્ષોમાં ગમે ત્યારે નુકસાન કરી શકે તેમ હોવા અંગે રિપોર્ટ આવતા જર્જરિત ટાંકીઓ ઉતારી લઇ તેની જગ્યાએ નવીન ઓવરહેડ ટાંકીઓ બનાવવા તજવીજ હાથ ધરાઇ છે. શહેરના જૂના-નવા બજાર અને મહાવીરનગરના બજાર વિસ્તારમાં યુરીનલ-મૂતરડીની સમસ્યા છે તે બાબતે પણ નવીન બોડી દ્વારા વિચારણા હાથ ધરી સમસ્યા દૂર કરવા તજવીજ હાથ ધરાશે.

8 મી એપ્રિલે યોજાનાર સામાન્ય સભામાં બ્યુટીફીકેશન અને નવ નિયુક્ત પ્રમુખ દ્વારા બ્રિજ, ટીપી રોડના વીજપોલનુ સુશોભન અને ટાવર રોડ તથા સ્ટેશન રોડ જેવા ભારે અવરજવર વાળા માર્ગો પર ડસ્ટબીન મૂકવા નિર્ણય લેવાશે. અર્બન હેલ્થ ક્લીનીક માટે જગ્યા ફાળવવાનુ પણ વિચારાધીન છે અને પ્રત્યેક વોર્ડમાં વોર્ડ ઓફિસ ખોલવા તેમજ કચરાનુ ડમ્પીંગ સાઇટ પર મોકલતા પહેલા સેગ્રીગેશન કરી સાઇટ પર કચરાની આવક ઓછી કરવા પગલા લેવાશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો