તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Himatnagar
 • Three Cyber Gangsters Were Caught While Withdrawing Money By Changing ATM Card. Two Months Ago, An Old Man From Himmatnagar Changed His Card And Paid Rs. 4.88 Lakh Servya

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:એટીએમ કાર્ડ બદલી નાણાં કાઢી લેતાં ત્રણ સાયબર ગઠિયા પકડાયા, બે માસ અગાઉ હિંમતનગરના વૃદ્ધનું કાર્ડ બદલી રૂ. 4.88 લાખ સેરવ્યા

હિંમતનગર5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • પાટણ, પાલનપુર, જૂનાગઢ, મોરબી, સુરેન્દ્રનગરના લીમડી, કચ્છ વિરમગામ, ભૂજ, કડી, નડિયાદમાં ATM કાર્ડ બદલી 12 લાખ કાઢ્યા

સાબરકાંઠા સાયબર સેલે હિંમતનગરમાં વધી ગયેલ એટીએમ ફ્રોડ બાબતે ટેકનિકલ સર્વેલન્સની મદદથી સતત જગ્યા બદલી રહેલ સાયબર ગઠિયાઓ પર વોચ રાખી ચોક્કસ બાતમી મળ્યા બાદ હિંમતનગર શહેરના મોતીપુરા ખાતેથી અમદાવાદથી રાજસ્થાન જવા દરમિયાન ત્રણ શખ્સોને ઝડપી પૂછપરછ હાથ ધરતાં બે એક માસ અગાઉ હિંમતનગરમાં વૃદ્ધનું એટીએમ કાર્ડ બદલી રૂ.4,88,058 કાઢી લીધા હોવાની કબૂલાત કરી હતી.એસ.ઓ.જી. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર જિલ્લામાં સાયબર ક્રાઇમ વધતા સા.કાં. એસ.પી. ચૈતન્ય મંડલીકની સૂચના અંતર્ગત એસઓજી પીઆઇ યોગેન્દ્રસિંહ રાઠોડ, પીએસઆઇ હસ્મિન કાપડીયા અને સાયબર ટીમ દ્વારા તપાસ હાથ ધરાઇ હતી.બે એક માસ અગાઉ સ્ટેટ બેંક ખાતેથી વૃદ્ધનું એટીએમ કાર્ડ બદલી નાણાં ઉપાડી લેવાયાની બીના બહાર આવ્યા બાદ સાયબર સેલ દ્વારા તપાસ હાથ ધરાઇ હતી.

પીએસઆઇ હસ્મિન કાપડીયાએ જણાવ્યુ કે પાસવર્ડ જાણી લીધો હોઇ અલગ અલગ જગ્યાએથી રોકડ નાણાં ઉપાડ્યા હતા અને કપડા તેમજ ઘરવખરીના સામાનની ખરીદી કરી કુલ રૂ.488058 ની છેતરપિંડી આચરી હતી. ટેકનિકલ સર્વેલન્સને આધારે વોચ રાખી શ્યામ ઉર્ફે ઢોલુરામધૂન ઉર્ફે ધનીરામ રાઠોડ ઉ.વ. 21 અને રાજેશસિંહ પુરનસિંહ રાઠોડ ઉ.વ.36 (બંને રહે. કમોડ, રીંગરોડ ગાય સર્કલ નજીક તા. દસ્કોઇ અમ્બાહ જી. મુરૈના મધ્યપ્રદેશ) તથા શરીફ ઉર્ફે દિપક મુન્નાખાન મનસુરી (રહે. આવાસ યોજના થલતેજ અમદાવાદ મૂળ રહે. સંતોષનગર ભીંડ મધ્યપ્રદેશ) ત્રણેય જણા અમદાવાદ થી રાજસ્થાન જવા કાર લઇને નીકળ્યા હોવાની બાતમી મળતા મોતીપુરા ખાતેથી ઝડપી પાડી પૂછપરછ કરતાં રૂ. 4.88 લાખની છેતરપિંડી આચર્યાની કબૂલાત કરી હતી.

પકડાયેલા સાયબર ગઠિયા
શ્યામ ઉર્ફે ઢોલુરામધૂન ઉર્ફે ધનીરામ રાઠોડ ઉ.વ. 21 અને રાજેશસિંહ પુરનસિંહ રાઠોડ ઉ.વ.36 (બંને રહે. કમોડ, રીંગરોડ ગાય સર્કલ નજીક તા. દસ્કોઇ અમ્બાહ જી. મુરૈના મધ્યપ્રદેશ) તથા શરીફ ઉર્ફે દિપક મુન્નાખાન મનસુરી (રહે. આવાસ યોજના થલતેજ અમદાવાદ મૂળ રહે. સંતોષનગર ભીંડ મધ્યપ્રદેશ)

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો