કોરોના અપડેટ:હિંમતનગરમાં 2-વડાલીમાં 1 સહિત સાબરકાંઠામાં ત્રણ કેસ

હિંમતનગર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 7 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયાં, એકનું મોત

સાબરકાંઠા જિલ્લામાં શનિવારે હિંમતનગરમાં 2 અને વડાલીમાં એક સહિત 3 પોઝિટિવ કેસ નોંધાયા હતા. સામે વધુ 7 દર્દીઓ કોરોના મુક્ત બનતા રજા આપવામાં આવી હતી. જ્યારે એક દર્દીનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું સાથે જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા 125 થઈ છે જેમાં 12 શહેરી 113 ગ્રામ્ય વિસ્તારના છે.

આરોગ્ય સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર શનિવારે જિલ્લામાં હિંમતનગરમાં 2 અને વડાલીમાં એક વ્યકિતનો પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો. જેમાં હિંમતનગરની કર્ણાવતી સોસાયટીમાં 22 વર્ષીય યુવતી, ગામડીમાં 54 વર્ષીય પુરુષ અને વડાલીના કંબોસણીમાં 21 યુવક સંક્રમિત થતા સારવાર અર્થે દાખલ કરાયા હતા.શનિવારે સાબરકાંઠા જિલ્લામાં 18 થી 44 વર્ષના કુલ 3856 લાભાર્થીઓ અને 45 વર્ષથી વધુ વયના કુલ 1552 લાભાર્થીઓનું રસીકરણ સાંજે 5 વાગ્યા સુધી કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...