તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તસ્કરી:કપડવંજના ના.મામલતદારને ડરાવી ત્રણ બાઇકસવારો 15હજારની મત્તા લૂંટી ગયા

હિંમતનગરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • હિંમતનગરના કડોલીની સીમમાં લૂંટ, કડોલીનો યુવક કપડવંજ ફરજ બજાવે છે
 • ગુનામાં વપરાયેલ બાઇક ચોરીનું અને વિજાપુરનું હોવાનું તપાસમાં ખુલ્યું

હિંમતનગરના કાનડા કડોલી કાચા રસ્તા પર કડોલીની સીમમાંથી બાઈક પર જતા કડોલીના વતની અને કપડવંજના નાયબ મામલતદારનો પીછો કરી રહેલા ત્રણ બાઈકસવારોએ રોકી મોબાઈલ,એટીએમ કાર્ડ રોકડ સહિત 15હજારની લૂંટ કરતાં ગ્રામ્ય પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.કડોલીના વતની અને કપડવંજમાં નાયબ મામલતદારની ફરજ બજાવતા યુનિક શંકરલાલ પટેલ (35 હાલ રહે.સરકારી વસાહત ટાઉન પોલીસ સ્ટેશન પાસે કપડવંજ) શુક્રવાર સાંજે સવા આઠ વાગ્યાના સુમારે કાનડાથી કડોલી જઈ રહ્યા હતા.

ત્યારે પીછો કરી રહેલા ત્રણ બાઈકસવાર લૂંટારાઓએ રોકી ડરાવી ધમકાવી રૂ.6000ના 2મોબાઈલ, પર્સમાં રાખેલ 9000 રોકડા,3 એટીએમ કાર્ડ, 3જોડ કપડાં ભરેલો કાળા કલરનો થેલો,પાનકાર્ડ, ચૂંટણી કાર્ડ,આધારકાર્ડ, ચાર્જર, પાવર બેન્ક,3 નંગ શટલ કોક, 4પેન ડ્રાઈવ સહિત રૂ.15000ની લૂંટ ચલાવી ફરાર થઇ ગયા હતા.

આ અંગે હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાવતાં પીએસઆઇ પી.ડી. ચૌધરીએ ઘટનાસ્થળની મુલાકાત લઈ લૂંટ સમયે હાઇવે પરના સીસીટીવી ચકાસતા લૂંટમાં વપરાયેલ બાઈક વિજાપુરનું હોવાનું માલુમ પડ્યું હતું. જેના માલિકનો સંપર્ક કરતા બાઈક ગુરુવારે ચોરાયું હોવાની ફરિયાદ વિજાપુર પોલીસમાં આપી હોવાનું જાણવા મળ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો