તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધમકી:ઉઘરાણી મામલે શખ્સને જાનથી મારી નાખવાની ધમકી

હિંમતનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હિંમતનગરના ગાંભોઇમાં 4 સામે ફરિયાદ
  • અપશબ્દો બોલી ગડદાપાટુનો માર પણ માર્યો

હિંમતનગરના ગાંભોઇમાં ઉઘરાણીના મામલે જાનથી મારી નાખવાની ધમકી આપતાં બુધવારે ફરિયાદ નોંધાવતાં પોલીસે તેમના વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. ગાંભોઇના વણઝારાવાસમાં રહેતા પ્રકાશકુમાર લાદુજી વણઝારા(30)ને બદાજી ઉમાજી વણઝારા (ઉ. વ.28,રહે.વણઝારા વાસ , હિંમતનગર)એ તું મારે ઘેર રૂપિયાની ઉઘરાણી કરવા કેમ આવે છે તેમ કહી ગાંભોઈના સત્કાર કોમ્પલેક્ષ આગળ મંગળવારના રોજ બપોરે અપશબ્દો બોલ્યા હતા. પ્રકાશ વણઝારાએ ના પાડતાં બદાજીએ કિશનભાઈને ગડદાપાટુનો માર માર્યો હતો અને ઉપરાણામાં સંજય બદાજી, ગેબાજી મોહનજી, વાસુજી શંકરજી વણઝારાએ આવીને પ્રકાશભાઈ અને કિશનભાઇને ગડદાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતાં પ્રકાશભાઈએ ચાર શખ્સો સામે બુધવારે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...