કાર્યક્રમ:થર્ડ વેવ અનુસંધાને હિંમતનગરમાં ગાયનેક ડૉક્ટરોનો તાલીમ કાર્યક્રમ

હિંમતનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સાબરકાંઠાની તમામ સગર્ભા માતાઓના સ્વાસ્થ્ય માટે જિલ્લાના આરોગ્ય તંત્ર સાથે મળી કામ કરવા અનુરોધ

હિંમતનગરમાં આરોગ્ય વિભાગ અને તાલીમ ટીમના સંયુક્ત ઉપક્રમે ફેડરેશન ઓફ ઓબસ્ટ્રેટ્રીક એન્ડ ગાયનેકોલોજીકલ સોસાયટી ઓફ ઇન્ડિયા સા.કાં.ના તમામ ડોક્ટરોની કોરોનાના થર્ડ વેવ અંતર્ગત જરૂરી આયોજન સંદર્ભે તાલીમનુ આયોજન કરાયું હતું.

જિલ્લા આરોગ્ય અધિકારી ડો.રાજેશ પટેલે તાલીમના હેતુ અને આગામી સમયમાં સંભવિત થર્ડ વેવ સંદર્ભે જિલ્લામાં કોઇપણ પરિસ્થિતિનું સર્જન થાય તો તે માટે ગાયનેકોલોજીસ્ટ દ્વારા જિલ્લાની તમામ સગર્ભા માતાઓના સ્વાસ્થ્ય માટે જિલ્લાના આરોગ્ય તંત્ર સાથે મળી કામ કરવા અનુરોધ કર્યો હતો.

આ તાલીમમાં જી.એમ.ઈ.આર.એસ મેડીકલ કોલેજના ગાયનેકોલોજી વિભાગના એચ.ઓ.ડી ડો.મયુર ગાંધીએ પ્રેઝન્ટેશન દ્વારા ઉપસ્થિત સર્વે ડોક્ટરોને કોવિડ થર્ડ વેવ સંદર્ભે જરૂરી માહિતી આપી હતી. આર.સી.એચ.ઓ ડો.જયેશ પરમારે ઉપસ્થિત સર્વને બ્રેસ્ટ ફિડિગ, લેચિંગ ટેકનીક, સગર્ભા અને ધાત્રી માતાઓની સંભાળ , રાજ્ય આરોગ્ય વિભાગની નવી જરૂરી સુચનાઓ , જોખમી સગર્ભા માતાઓને રેફરલ સેવાઓ તથા હાલમાં સરકારના કોવીડ રસીકરણના કાર્યક્રમ સંદર્ભે સગર્ભા અને ધાત્રી માતાઓને રસીકરણ કરવા માટે ખાનગી દવાખાનામાં સારવાર લઇ રહેલ માતાઓને અગ્રતા આપી રસીકરણ માં કેવી રીતે આવરી લેવાય તે બાબતે સર્વે ડોક્ટરો સાથે જરૂરી ચર્ચા કરી હતી.

અન્ય સમાચારો પણ છે...