તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
હવામાનના વર્તારા મુજબ કૃષિ સંબંધી ભલામણો કરવામાં સાનુકૂળતા રહે છે અને તેના માટે જિલ્લામાં એક માત્ર ઇડર ખાતે ઓટોમેટીક વેધર સ્ટેશન અને મેન્યુઅલ તાપમાન માપક યંત્ર કાર્યરત કરાયા હતા પરંતુ કેન્દ્ર સરકાર પ્રાયોજિત આ કાર્યક્રમ 1 વર્ષથી ઠપ્પ હોવા છતાં મોસમ વિજ્ઞાન વિભાગ ચાદર તાણીને સૂઇ રહ્યો છે અને ગરમી ઠંડી બધા આંકડાની સચોટ માહીતીનો સદંતર અભાવ જોવા મળી રહ્યો છે.
આઇએમડી પાસે સાબરકાંઠા જિલ્લાના લઘુત્તમ અને મહત્તમ તાપમાનના આંકડા જ ઉપલબ્ધ નથી. પ્રતિદિન વેબસાઇટ પર જાહેર કરાતા વેધર સ્ટેશનોના લઘુત્તમ મહત્તમ આંકડાની વિગતોમાં છેલ્લા 1 વર્ષથી વધુ સમયથી ઇડર વેધર સ્ટેશનના લઘુત્તમ-મહત્તમ તાપમાનના કોલમમાં નોટ એપ્લીકેબલ - NA લખીને મેટ્રોલોજી ડીપાર્ટમેન્ટ સંતોષ માની રહ્યુ છે. ઇડર ખાતે ઉભા કરેલ વેધર સ્ટેશનની હાલત બદતર બની ગઇ છે. મેન્યુઅલ તાપમાન માપક યંત્રનુ બોક્સ પણ તૂટી ફૂટી ગયુ છે અને ઓટોમેટીક વેધર સ્ટેશન બંધ હાલતમાં છે છેલ્લા ઘણા સમયથી મહેનતાણું ચૂકવાતુ ન હોવાથી અને કાયમી નિમણુંક ન હોઈ આ સ્થિતિ સર્જાઇ હોવાનું મનાઈ રહ્યુ છે.
અમદાવાદ મેટ્રોલોજી ડીપાર્ટમેન્ટ દ્વારા પ્રતિદિન ઇડરના સંભવિત તાપમાનના આંકડાની ભવિષ્યવાણી કરાય છે પરંતુ વેધર સ્ટેશન આટલા લાંબા સમયથી ચાલતુ નથી અને સાચા આંકડા કેમ મળતા નથી તે જોવાની તસ્દી લેવાઇ નથી. અમદાવાદ મેટ્રોલોજી ડીપાર્ટમેન્ટના ડેટા સેન્ટરના સૂત્રોએ જણાવ્યુ કે લાંબા સમયથી તેમને પાસે આંકડા આવતા નથી તેની ખબર છે અને આ અંગે ઉપરી અધિકારીઓને જાણ પણ કરી છે પરંતુ કાર્યવાહી થઇ નથી.
જિલ્લાના ડીઝાસ્ટર વિભાગના ડીપીઓ કે.બી. પટેલે જણાવ્યુ કે આ અંગે જિલ્લા કલેક્ટરના ધ્યાન પર લાવી વેધર સ્ટેશન તાત્કાલિક ચાલુ કરવા આઇએમડી અમદાવાદને પત્ર લખી જાણ કરીશુ. જોવુ રહ્યુ કે કેન્દ્ર સરકારના આ વિભાગની શિયાળામાં ઊંઘ ઉડે છે કે હજુ ઉનાળો આવી જાય તેની રાહ જોવી પડશે.
પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.