તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તપાસ:હિંમતનગર શહેરની એકેય હોસ્પિટલમાં ફાયર NOC નથી

હિંમતનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
તંત્ર ઊંધા માથે, ફાયર સેફ્ટી મામલે તંત્ર દ્વારા તપાસ - Divya Bhaskar
તંત્ર ઊંધા માથે, ફાયર સેફ્ટી મામલે તંત્ર દ્વારા તપાસ
  • ફાયર સેફ્ટી મામલે હિંમતનગર સિવિલ, કોવિડ-19 હોસ્પિટલ અને સંજીવની હોસ્પિટલને 7 દિવસમાં ખામીઓ દૂર કરવા સૂચના
  • અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં કોરોનાના 8 દર્દીઓના મોત થતાં તંત્રની તપાસ

અમદાવાદની હોસ્પિટલના અગ્નિ કાંડ બાદ સફાળી જાગેલ સરકારે ફાયર સેફ્ટી ઓડિટ હાથ ધરવા આદેશ કર્યા બાદ ગુરુવારે હિંમતનગર સિવિલ, કોવિડ - 19 હોસ્પિટલ અને એક ખાનગી હોસ્પિટલમાં તપાસ હાથ ધર્યા બાદ બહાર આવેલ ખામીઓ - ત્રૂટીઓ સાત દિવસમાં દૂર કરવા શુક્રવારે પાલિકા દ્વારા સૂચના અપાઈ છે. જાણવા મળી રહ્યા મુજબ હિંમતનગર શહેરની એક પણ હોસ્પિટલ ફાયર એન.ઓ.સી ધરાવતી નથી. બે એક વર્ષ અગાઉ સુરતના અગ્નિ કાંડ બાદ પણ ફાયર સેફ્ટીના મામલે કવાયત હાથ ધરાઇ હતી. પરંતુ પ્રસારણ માધ્યમોમાંથી આ ખબર અદ્રશ્ય થવાની સાથે જ સરકારે પણ આંખો બંધ કરી દીધી હતી ફરી એકવાર 8 જણાનો સરકારના પાપે ભોગ લેવાયા બાદ કવાયત હાથ ધરાઇ છે.

હિંમતનગર શહેરમાં 50 થી વધુ નાની મોટી હોસ્પિટલ કાર્યરત છે પરંતુ એક પણ હોસ્પિટલ ફાયર એનઓસી ધરાવતી નથી અને નવા પરિપત્ર બાદ કોઈનુ એન.ઓ.સી રિન્યુ કરાયું નથી. જાણવા મળી રહ્યા મુજબ રીજીયોનલ ફાયર ઓફિસરને સત્તાઓ અપાઇ છે. પરિપત્રમાં ટ્યુશન ક્લાસીસ અને શૈક્ષણિક સંસ્થાઓનો ઉલ્લેખ હતો. પરંતુ હોસ્પિટલો, મોલ, મલ્ટીપ્લેક્સને એનઓસી આપવાની સત્તા અંગે સ્પષ્ટતા કરાઇ ન હોવાથી જે તે સમયે પાલિકાના ચીફ ઓફિસરે સ્પષ્ટતા કરવા પત્ર લખ્યો હતો જેનો આજ દિન સુધી જવાબ પણ મળ્યો નથી. 8 વ્યક્તિઓને જીવતાં ભડથું થવાની ઘટના બાદ સરકારે ફાયર સેફ્ટીના મામલે તપાસના આદેશ કર્યા હતા. ગુરુવારે પાલિકા ફાયર બ્રિગેડની ટીમ દ્વારા હિંમતનગર સિવિલ, કોવિડ - 19 મેડિકલ કોલેજ, સંજીવની હોસ્પિટલમાં તપાસ હાથ ધરી હતી. જેમાં અનિયમિતતાઓ સહિત મહત્વની ફાયર સુવિધાઓનો અભાવ હોવાનું બહાર આવ્યા બાદ વિગતવાર અહેવાલ સરકારને અપાયો છે.

તંત્ર ઊંધા માથે, ફાયર સેફ્ટી મામલે તંત્ર દ્વારા તપાસ
જેના હાથમાં સત્તા આપવામાં આવી નથી તેવા વિભાગ અને કર્મચારીઓને જ્યારે જ્યારે પણ નાગરિકો જીવતા ભડથું થવાની ઘટનાઓ બને છે ત્યારે ત્યારે ઇન્સ્પેકશન અને ઓડિટ રિપોર્ટના વૈતરા કરાવી ઊઠા ભણાવાય છે ત્યારે ઇચ્છવું રહ્યું કે અમદાવાદની કમનસીબ ઘટના છેલ્લી હોય અને નાગરિકોની સુરક્ષા પ્રસ્થાપિત કરાય તથા વારે વારે તંત્રને ઊંધા માથે ન થવું પડે હવે કર્મચારીઓ પણ થાક્યા છે.

ત્રૂટીઓ સાત દિવસમાં પૂર્ણ કરવા જાણ કરાઇ
હિંમતનગર પાલિકા ચીફ ઓફિસર યશપાલસિંહ વાઘેલાએ જણાવ્યું કે અહેવાલ મોકલી અપાયો છે અને પંચાયત વિસ્તારમાં આવતી સિવિલ હોસ્પિટલ, મેડિસ્ટાર હોસ્પિટલમાં નોટિસ વગેરેની સત્તા નથી. ફાયર ઓફિસર પ્રતાપસિંહ દેવડાએ જણાવ્યું કે ત્રણેય હોસ્પિટલમાં કોરોના સારવાર થાય છે. જેટલી પણ અનિયમિતતાઓ ત્રુટીઓ જણાઈ છે તેની સાત દિવસમાં આપૂર્તિ કરવા જાણ કરાઈ છે.

અન્ય સમાચારો પણ છે...