ચોરી:હિંમતનગરની શિલ્પા સોસા.ના મકાનમાંથી રું.10 લાખની ચોરી

હિંમતનગર17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બે મકાનના દરવાજાના નકૂચા તોડી ચોરીને અંજામ અપાયો, ચોરો 4 મોબાઇલ લઇ ગયા

હિંમતનગર શહેરના બગીચા વિસ્તારમાં આવેલ શિલ્પા સોસા.ના બંધ મકાનમાં મંગળવારે મળસ્કે સાડા ત્રણેક વાગ્યાના સુમારે તાળા તોડી 4 મોબાઇલ અને બેગમાંથી 239.370 ગ્રામ અંદાજે રૂ. 10 લાખના દાગીનાની ચોરી થતાં ફફડાટ વ્યાપ્યો હતો. મકાન માલિકે ચોરીની લેખિત ફરિયાદ આપ્યા બાદ બે પોલીસકર્મીએ સ્થળ તપાસ કરી હતી.

બગીચા વિસ્તારમાં શિલ્પા સોસાયટીમાં રહેતા હેમાંગ હસમુખલાલ સોનીના 10 અને 11 નંબરના બે મકાનના દરવાજાના નકૂચા તોડી ચોરી થયાની મંગળવારે જાણ થતાં હેમાંગ ભાઇએ તપાસ કરતાં કુલ 4 તાળાં તૂટ્યા હતા અને 10 નંબરના મકાનમાંથી 4 મોબાઇલ તથા એક બંધ રૂમનું તાળું તોડી 239.370 ગ્રામ એટલે કે 239 ગ્રામ અને 370 મિલીગ્રામ અંદાજે રૂ.10 લાખની કિંમતના દાગીનાની ચોરી થવા પામી હતી.

તેમણે ઉમેર્યું કે બેગમાંથી ખોટા દાગીના રહેવા દઇ સાચા દાગીના લઇ ગયા છે બાજુના ઘરના સીસીટીવી કેમેરા ચેક કરતાં ત્રણ ચોર મળસ્કે 3:30 કલાકે જોવા મળ્યા હતા. સીસીટીવી ફૂટેજ પોલીસને સુપરત કરી તેમણે ફરિયાદ આપી હતી.

અન્ય સમાચારો પણ છે...