તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચોરી:હિંમતનગરની મોબાઈલ શોપમાંથી મોબાઈલ સહિત 45 હજારની ચોરી

હિંમતનગર7 મહિનો પહેલા
  • કૉપી લિંક
મોબાઈલની દુકાનમાં ચોરી કરતો શખ્સ સીસીટીવીમાં કેદ - Divya Bhaskar
મોબાઈલની દુકાનમાં ચોરી કરતો શખ્સ સીસીટીવીમાં કેદ
  • દૂકાનમાં ઘૂસેલા ચોર સીસીટીવી કેમેરામાં કેદ થયા

હિંમતનગરના સહકારી જીન રોડ ઉપર આવેલ સત્યમ સેલ્સ નામની ઇલેક્ટ્રોનિક્સ માલ સામાનની દૂકાનમાં શુક્રવારની રાત્રે તસ્કરો ત્રાટક્યા હતા. અને દુકાનમાંથી બે મોબાઈલ અને એસેસરીઝ સહિત રૂ. 45 હજારની ચોરી કરી પલાયન થઈ ગયાં હતા. આ સમગ્ર ઘટના દુકાનના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. શનિવારે માલિક દુકાન ખોલવા માટે આવ્યા ત્યારે દુકાનમાંથી ચોરી થઈ હોવાનું માલુમ પડતાં સીસીટીવી કેમેરા ચેક કર્યા હતા. જેમાં તસ્કરો ચોરી કરીને પલાયન થઈ ગયાં હોવાનું જણાતાં હિંમતનગર એ ડિવિજન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...