કાર્યવાહી:હિંમતનગરના કાશીપુરા કંપામાં ધોળાદિવસે 3.90 લાખની ચોરી

હિંમતનગર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કાશીપુરા કંપાનો જ શખ્સ ચોરી કરી ઘરમાંથી બહાર નીકળતો દેખાયો

હિંમતનગરના કાશીપુરાકંપામાં તા.07-01-22 ના રોજ બપોરે ખેતરમાં ગયેલ વ્યક્તિના બંધ મકાનનું તાળું તોડી કબાટમાં મૂકેલ રૂ.3.90 લાખના દાગીના ચોરી ઘરની પાછળ રહેતો શખ્સ ફરાર થતાં નજરે પડતાં પોલીસમાં નામજોગ ફરિયાદ નોંધાઇ છે.

કાશીપુરા કંપામાં રહેતા નરેશભાઇ હીરાભાઇ પટેલના પત્ની તા.07-01-22 ના રોજ માલપુર ગયા હતા અને દીકરો હિંમતનગર ગયા બાદ નરેશભાઇ ઘર બંધ કરી ખેતરમાં ગયા હતા.બપોરે બારેક વાગ્યે ઘેર પરત આવતા તેમની ઘરની પાછળ રહેતા અંકિત રજનીભાઇ પટેલ નરેશભાઇના ઘરના આગળના દરવાજાથી થેલી લઇને ઘરની બાજુમાંથી ભાગી જતા નજરે પડ્યા હતા.

ઘેર જઇ જોતાં દરવાજાનું તાળુ તૂટી ગયું હતું તથા બીજા ખંડના કબાટના દરવાજા ખૂલ્લા હતા અને તેમાં મૂકેલ સોનાના દાગીના તથા રોકડ રૂ. 15 હજાર મળી કુલ રૂ.3,90,000 ની ચોરી થયાની ખબર પડી હતી. ગાંભોઇ પોલીસે અંકિત રજનીભાઇ પટેલ સામે ગુનો નોંધ્યો છે.

અન્ય સમાચારો પણ છે...