તસ્કરી:હિંમતનગરમાં સાઢુના ઘરે રાત્રિ રોકાયેલા કર્નલની ઇનોવામાંથી 2.27 લાખની ચોરી

હિંમતનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • નાસિક આર્ટિલરીમાં ફરજ બજાવતા કર્નલ જોધપુર જઈ રહ્યા હતા

નાસિક આર્ટિલરીમાં ફરજ બજાવતા કર્નલ એક મહિનાની રજા લઈને પત્ની સાથે વતનમાં જોધપુર જવા દરમિયાન હિંમતનગરમાં રહેતા સાઢુને ઘેર રાત્રી રોકાણ કરતાં કારમાંથી સોના-ચાંદીના દાગીના, લેપટોપ વગેરે મળી કુલ રૂ.2,27,200 ની મત્તાની ચોરી થઈ હોવા અંગે બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર આર્મીમાં નાસિક આર્ટિલરીમાં કર્નલ તરીકે ફરજ બજાવતા ગોવિંદરામ ઉજારામજી ચૌધરી 1 મહિનાની રજા લઈને તા.16-09-20ના રોજ સવારે પત્ની સાથે નાસિક થી જોધપુર જવા નીકળ્યા હતા અને સાંજે હિંમતનગર પહોંચતાં મહેતાપુરામાં તેમના સાઢુને ઘેર રોકાયા હતા અને તા.17-09-20 ના રોજ સવારે જોધપુર જવા નીકળતા ઈનોવામાંથી પત્નીની હેન્ડ બેંગ, લેપટોપ ગાયબ હોવાનું જણાતાં પાછળના દરવાજા ખોલીને પણ તપાસ કરી હતી. હેન્ડબેગમાં સોનાની દોઢ તોલાની ડાયમંડ પેન્ડન્ટ સાથેની રૂ. 1 લાખની ચેન, રૂ.25 હજારની ડાયમંડ બુટ્ટી, રૂ. 25 હજાર રોકડા, એક લેપટોપ, મોબાઈલ, લેન્સ કાર્ટના ચશ્મા મળી કુલ રૂ.2,27,200ની મત્તાની ચોરી થવા અંગે ગોવિંદરામ ચૌધરીએ ફરિયાદ નોંધાવતા બીડિવિઝન પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી છે. ઈનોવા કાર રિમોટ કી ઓપરેટેડ છે અને ફરિયાદમાં વિન્ડો ગ્લાસ તૂટ્યાની કે અન્ય બાબતની સ્પષ્ટતા નથી ત્યારે કારમાંથી હેન્ડબેગ અને લેપટોપ સહિતની ચીજવસ્તુઓની ચોરી થવા અંતર્ગત ઇનોવા કારને લોક કરવાનું કર્નલ ભૂલી ગયા હશે તેમ માનીને પોલીસે તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...