ચોરી:હિંમતનગરના પોલોગ્રાઉન્ડમાં બંધ ઘરમાંથી 1.56 લાખની ચોરી

હિંમતનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

હિંમતનગરના શાંકુતલ સોસાયટીમાં રહેતો પરિવાર વતનમાં હવન હોઇ રાજસ્થાન જતા રાત્રિ દરમિયાન તસ્કરોએ ઘરમાં ઘૂસી રૂ.50 હજાર રોકડ અને દાગીના રૂ.1.06 લાખ મળી કુલ રૂ.1,56,000 ની મત્તાની ઘરફોડ થતાં બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાઇ હતી.

તા.16-12-21 ના રોજ શિવરામ ધનરાજ હરમોર (હાલ રહે. શાંકુતલ સોસા.અલ્કાપુરી પોલોગ્રાઉન્ડ હિંમતનગર, મૂળ રહે. ગતોડા તા.સોમારી ઉદેપુર રાજસ્થાન) પરિવાર સાથે સાંજે મકાન બંધ કરી વતન રાજસ્થાનમાં હવન હોઇ ગયા હતા. તા.17-12-21 ના રોજ તેમના મિત્ર ચંદ્રેશકુમાર ઉપાધ્યાયનો ફોન આવ્યો કે તમારા ઘરમાં ચોરોએ ઘરનો નકૂચો તોડી પેટીનું તાળુ તોડી નાખ્યુ છે અને સરસામાન વેરવિખેર પડ્યો છે ચોરી થયાનુ લાગી રહ્યુ છે.

જેથી શિવરામ હરમોર હિંમતનગર આવી જોતાં ચોરોએ જાળીનો નકૂચો તોડી નાખ્યો હતો. પેટીમાં મૂકેલ રૂ. 50 હજાર રોકડ અને સોના ચાંદીના મળી કુલ રૂ. 1,56,000 ની ચોરી થઇ હોવાનુ જણાતા બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...